________________
તા. ૮-૧૧-૮૨ પરમ પૂજ, પરમ ઉપકારી પૂજય આયાદેવી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શ્રી ઉજજેન.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપશ્રીના પુન્ય હે સુખશાતા હશે.
વિ. વિ. જણાવવાનું કે શ્રી આચાર્યશ્રાને ૧૧ પત્ર લખ્યા. શાસનના હિત ખાતર તપ, જાપ, સ્વાધ્યાય કર્યાને ૧૬ મહિના થયા. પણ શ્રી આચાર્યશ્રીનું પાપાનુબંધી પુન્ય ઘણું જોરદાર. મારી ભાવના સાધુતાની પવિત્રતા વધે તે માટે કરેલ પ્રયતને હજુ સુધી સફળ થયા નહિ. કારણ કે જેમણે ૫૦ વરસ થયાં અસં. થમ પિષી સાધુતાની પવિત્રતાને મારી નાખી છે અને દંભ, માયા ને અસત્ય બોલવાની કળાથી જીવન જીવી મહાપુરુષની ખ્યાતિ મેળવવા શક્તિ અને બુદ્ધિને દુરુપયોગ કર્યો હોય તેમની પાસેથી ચારિત્ર માટે સારા વિચારોની આશા રાખવી નકામી છે. તેમનું દર્દ ઘણું ભયંકર છે તે ચારિત્રના ખપી આત્માઓ જ તેમના રોગનું નિદાન કરી શકે. બાકી પાપાનુબંધી પુન્યની લીલા ઉપર ધર્મનું માપ કાઢી દષ્ટિરાગી બને તે કદી ધર્મમાં પ્રમાણિક રહી શકે નહી. શ્રી આચાર્યશ્રીના અસંયમના ભય કર રોગના ચેપથી આપણું પક્ષના ઘણાઓની સ્થિતિ કેવી કરુણુજનક અને દયાપાત્ર બની છે તે જેને પ્રમાણિકતાની આંખો મળી છે તે જોઈ શકે. શ્રી આચાર્યશ્રીએ ઘણાને માર્ગાનુસારી, અફવધારી, દેશવિરતિ, સર્વવિરતિ બનાવ્યા છે તેથી તેમને ઘણે ઉપકાર છે–આવી વાત કરી પાપને બચાવ કરી શ્રીસ ઘને આ ધારામાં રાખી ભદ્રીક અને ભેળા લોકોને વિશ્વાસઘાત કરી શ્રીસંઘની ખાનાખરાબી કરી રહ્યા છે. ખરેખર શાસ્ત્ર મુજબને ધર્મ પમાડયો હતો તે શ્રીસંઘની આવા દુર્દશા કદી થાય નહીં. ડોકટર ગમે તેટલું ભણેલે હેય પણ કઈ દર્દીને સાજે ન કરી શકે તે તેના જ્ઞાનની કિંમત કેટલી? તેમ વકીલ ગમે તેવો વાચાળ હે, પ્લેટફર્મ ગજવતે હેય અને ભણેલા તરીકેની ખ્યાતિ મળી હોય પણ તે એક પણ કેસ જીતી ન આપે તે તેનો બુદ્ધિ અને જ્ઞાનની કિંમત કેટલી? તેમજ સાધુપશુમાં મહાન શાસ્ત્ર ભણી દરેકનું ખડન-મડન કરી, ધર્મની ઊંચામાં ઊચી વાતે કરી હજારે માણસને વાણુના પ્રભાવે ભેગા કરી શકતા હોય અને લોકોને શક્તિ અને બુદ્ધિના જોરે અજી દેતા હોય પણ તેમના ધર્મની વાતે થી સાંભળનારના ભાવરાગને નાશ ન થાય અને ઉપરથી સંસાર વધે તો તેમના જ્ઞાન-શક્તિની કિંમત કેટલી ? પણ તે જ્ઞાનને ઉપગ પ્રતિષ્ઠા અને માનપાન મેળવવા પુરત જ હતો
વિભાગ બીજે | -