________________
પ્રાંગધ્રા તા. ૭-૧૧-૮૦ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજથમહાદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજયશ્રી તેમભુષણવિજયજી મહારાજ સાહેબની સેવામાં,
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી.
વિનંતીપૂર્વક જણાવવાનું કે પૂ. ગુરુદેવશ્રીને અમારા ઉપર મહાન ઉપકાર છે. તેઓશ્રીની દેશનાથી અમારા આત્માને ઘણો લાભ થયો છે. તેઓશ્રીએ ધમની સમજ આપી અને પ્રભુના માર્ગમાં સ્થિર કરેલ છે. આ કાળમાં આવી ભાર્ગરક્ષક દેશના આપનાર ક્યા નહેત તો અમારું શું થાત તે કહી શકાય નહીં. આવા મહાપુરૂષો દ્વારા જૈન શાસનની અપૂર્વ પ્રભાવના થાય અને અનેક આત્માઓ ભગવાનના માર્ગને કેમ પામે તે માટે શકય તેટલા પ્રયને પુન્યશાળીઓએ કરી
જૈન શાસનની અપૂર્વ સેવા કરી છે. તેથી શક્તિ મુજબ અનેક આત્માઓએ - ધર્મની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું છે. પૂજ્યશ્રીની આવી મેઘગર્જના
જેવી દેશના તમેએ તથા બીજા સાધુઓએ તેમ જ સાધ્વીજીઓએ સાંભળી અને સહવાસમાં રહેવા છતાં તેઓશ્રીની વાણુને ઝીલી નહીં. તેથી શાસનને જે નુકશાન થવું છે, તે ક૯પી શકાય તેમ નથી, જે શાસન હૈયામાં હેત અને પૂજ્યશ્રીની વાણુને અમલ કરી સાધુતાને દીપાવી હોત તો આજે જૈન સંઘમાં ચેાથો આરે, વર્તાત. પણ તમારા દરેકની છાતી કેટલી કઠોર કે પૂજ્યશ્રીની એક પણ વાતને નહીં સ્વીકારતા અને વિપરીત રીતે વ્રતોનું પાલન કરી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠને મહાન નુકશાન કર્યું છે. (અમુક પાપભિર આત્માઓ તમારી પ્રવૃત્તિથી બચી ગયા છે. તેથી અમને આનંદ થાય છે કે હજુ આરાધક આત્માઓના બળે શ સન ટકવાનું છે.) તમારી અત્યાર સુધીની પ્રવૃત્તિ સાધુઓને શોભે તેવી નહીં હેવા છતાં, જે કર્મવશ છે તેમ માની, તમારી દરેક પ્રવૃત્તિની ઉપેક્ષા કરી. પૂજયશ્રીનો લાભ લેવાય તેટલો લીધે પરંતુ તમે એ પૂજ્યશ્રીની પુન્યાઈને ગેરલાભ ઉઠાવી સાધુતાને કલંક લાગે તે રીતે જીવન જીવી નિશ્રાએ આવેલાના જીવન નષ્ટ કરી નાખ્યા તમે પાપ, પુન્ય કે કર્મસત્તા જેવી ચીજ નથી તેમ માનતા હો તે જ આવી રીતે જીવન જીવાય. અત્યાર સુધી જેને જેને તમારી રીતે સાધુતાને શેભે તેવી નથી તેમ લાગેલ તેને તમેએ સત્ય હકીકત દાબી દઈ સમજાવી દીધા, પરંતુ તમે કર્મસત્તાને નહીં સમજાવી શકે. અમોએ અત્યાર સુધી, સાધુતાના દર્શન કરવા હોય તો, પૂજ્યશ્રીને સમુદાયની જે પ્રશંસા કરી છે તેનાથી લે ખૂબ અનુમોદના કરતાં. પણ જ્યારે તમારી પ્રવૃત્તિની ખબર પડશે ત્યારે જગતમાં