________________
અને વાણીની તાકાતથી શ્રીસંઘ આપને સાચા સ્વરૂપમાં ઓળખી ન શકો. પૂ. ગુરુદેવને ખબર હતી કે આપને અસંયમને ચેપ ખૂબ લાગી ગયેલ છે. તેની ખાત્રી થવાથી સમુદાયમાં તેના છાંટા ન ઉડે તે માટે દૂર કર્યા. આપે સંયમી બનવાને બદલે દૂર રહેવાનું પસંદ કર્યું. આપની શક્તિથી આપના માટેનું માનસ સંઘમાં બદલાવી શક્યા. આગેવાનોએ પૂ. ગુરુદેવને ખૂબ વિનંતી કરી, પણ આપના માટે ખુલ્લું કહી શકે તેવા સંજોગો , નહોતા. સાથે સાથે ખાત્રી હતી કે આપ સાધુપણું પાળી શકે તેમ નથી છતાં કરુણાબુદ્ધિથી સંયમમાં ટકી જાવ તે માટે અસંચમી બનવાના કારણે નવ વાડેને ભંગ છે તે ભંગ ન થાય તે માટે તેથી વધારે કડક સંચમપાલન કરવા માટે ૧૧ કલમ પાળવાની ખાત્રી માગી. આપે વચન આપ્યું. પણ દિનપ્રતિદિન અસંયમી થવા માટેના કારણે વધતા ગયા. વચનનું પાલન ન કરી શકયા. પરિણામે આપનામાં અને શાસનપક્ષમાં મોટા ભાગે સાધુતા નષ્ટ થઈ, શું કામ તે આપનું અનુકરણ કરવા માંડયું તેથી.
ભગવાનના શાસનમાં દેવગુરુના આજ્ઞારૂપી અંકુશની ખાસ જરૂર છે તે ચગ્ય અંકુશને સ્વચ્છેદાચારીઓને જ ન ગમે તેમ કહેનારા આપે ભગવાનની અને ગુરુની આજ્ઞાને છડેચોક ભાંગી. સ્વચ્છ દાચારી બનવા છતાં સંઘ ઉપર વર્ચસ્વ રાખી, કલીકાલના મહાપુરુષ કહેવરાવવામાં, આજ્ઞાપાલન કરનારને દુષ્કાળ પડે તેવી કાર્યવાહી કરી, આશાભંજકનું ‘ટેળું ઊભું કરી, સંઘને મહાન વિશ્વાસઘાત કરેલ છે. તે પાપને હું વિચાર કરું છું ત્યારે બુદ્ધિ કામ કરતી નથી કે શું આપને પાપ નહિ લાગતું હોય. તેના કટ્રવિપાકે આપને ભેગવવા ન પડે, તેવી કર્મસત્તા સાથે સંધી કરી હશે. આપના જીવનને અને આપના માનસને શ્રીસંઘ ન સમજી શક્યો તેમાં આપની વાણું, બુદ્ધિને પ્રતાપ નથી પણ આપની પાસે જોરદાર પાપાનુબંધી પુન્યની મુડી હતી તેને પ્રભાવ છે. જેથી ૬૦ વરસથી દિન-પ્રતિદિન સાધુતાને ન શોભે તેવું જીવન જીવવા છતાં મહાપુરુષની છાયા ઊભી કરી છે. તેમાં આપને ત્યાં, આપના નિકટના વર્તુળામાં, સફળતાને આનંદ આવતો હોય પણ તે સફળતા, બાહ્ય સુખ ખાતર, આ મહા કીમતી માનવજીવનને ઘણું ઊંચે આવ્યા પછી, બરબાદ કરી, અનંત ચક્રાવામાં ફરવાને ધધ કર્યો છે. આ સાચી વાત ધર્મને પામેલા પ્રમાણીક હોય તે જ સમજી શકે.
વિભાગ પહેલો | ૮૩