________________
તા. ૭-૭-૮૪
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની સેવામાં, શ્રી પાલીતાણું. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિ. વિ. સાથે જણાવવાનું કે–આપે ઘણુઓને દીક્ષા આપી. તેમાં મોટા ભાગના ઘા લઈને નાચ્યા પણ તે બીજાની સલાહ મુજબ નાચ્યા, તેનું પરિણામ આજ્ઞાભંગમાં આવ્યું છે. અંતરથી નાચ્યા હતા તે આજ્ઞાપાલનમાં આનંદનો પાર ન હોત.
આપને ચાર-ચાર વરસથી સંયમરક્ષા માટે વિનંતી કરી. પરિણામ નહીં આવવા છતાં મારા પ્રાણ હશે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખીશ.
દેવગુરુની આજ્ઞાનું પાલન કરવામાં ન આવે તે ઈરાદાપૂર્વક ચતુર્થવ્રત ભાંગવાને માર્ગ ખુલે થઈ જાય. તેથી પાંચ મહાવ્રતે નષ્ટ થાય. પછી સાધુપણું રહેતું નથી.
મને ખાત્રી છે કે હજુ શાસનપક્ષમાં સાચા ધર્મના રાગી અને સંયમરક્ષાના પ્રેમી છે ત્યાં સુધી, તેઓ સંયમનાશને કદી જોઈ શકશે નહીં.
આપને વિનંતીપૂર્વક લખું છું કે છેલ્લી અવસ્થાએ આપના હાથથી જ આજ્ઞાપાલન કરાવી સંયમની રક્ષા થાય. તેમાં જ પ્રતિષ્ઠા વધવાની છે. અસંયમને પિષવા મમત અને કદાગ્રહ રાખશો ને નહીં વિચારો તે જીવનમાં મોટામાં મોટી ભૂલ હશે. અને તેથી આખી જિંદગીની કારકિર્દી આપના જ હાથે ખલાસ થશે, તેમાં જરાય સંકો નથી. ઈતિહાસકારો કહેશે કે આપની પાસે આપના આત્માની ચિતા કરનાર અને સંયમરક્ષા કરવા માટે સલાહ આપનાર એકપણ માણસ નહીં, તેનું પરિણામ છે.
૮૮ | વિભાગ પહેલે