________________
તા. ર૬-૯-૮૪ પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિ. વિ. આપને પત્ર લખવાનું બંધ કરેલ, પણ આપના જ હાથેથી સાધુતાના નાશથી જૈનધર્મની ફજેતી થઈ રહી હોય આપના જ વિચાર આવે છે તેથી પત્ર લખેલ છે. : આપ સિદ્ધાંતરક્ષક છે તેવી આપની પ્રતિષ્ઠાથી અને આપના તથા - સમુદાયના અટ્ટની ખબર નહિ હોવાથી હું શાસનના કાર્ય કરતે.
આપને હું આડખીલીરૂપ થતું નહિ ત્યાં સુધી, મારી વિરૂદ્ધની કઈ વાત કરે તે આપ તેઓને કહેતા કે શાસન માટે કૈટલે ભાગ આપે છે. સત્ય માટે જ કડક છે તેમ સમજાવતા. પરંતુ પહેલે પત્ર અમારા ત્રણ ઉપર આવ્યો અને કેપી આપની ઉપર આવી. તેમાં આપની અને આપના સમુદાયની વાત લખેલ. તેથી જે આંચકે આ છે તેનું શું વર્ણન લખું. આપ મારા સ્વભાવને સમજતા હતા તેથી આપને લાગ્યું હશે કે હું આપના કાર્યમાં સહાયક થઈશ નહિ પણ વિન્નરૂપ બનીશ. આપે તેમ માની ધર્મને નેવે મુકી રાજકારણ જેવી સ્થિતિ ઊભી કરી. મને ત્યારથી લાગ્યું કે પૂર્વધરો જેવા ભાન ભુલી નિગાદમાં જાય તો આપને સાધુવેષમાં રહી સંસાર ગમતા હોય તે બધું કરી શકે. તેથી પ્રથમ કેસર-સુખડ બાબતમાં પૂજ્ય મહાબળવિજયજી મસાહેબ તથા પૂજ્ય પુન્યપાલવિજયજી મ. સાહેબને આપે ઉપયોગ કર્યો અને તેઓની ૨૫ વર્ષની સુંદર આરાધનાનો વિચાર નહિ કરતાં જે કષા કરાવ્યા તે તેમની જિંદગીમાં યાદગાર રહી જશે. આ તકનો લાભ લઈ શ્રાવકાએ તથા સાધુઓએ જે રીતે ઉપગ કર્યો અને પાપે ઢાંકવા માટે કાવાદાવા થયા તેમાં આપ સાધુતાને તદ્દન ભૂલી ગયા. પેપર વાંચીને રાજરમતમાં આપ રાષ્ટ્રનેતા જેવા પાવરધા થઈ ગયા અને આપે આગમોની વાણીની શ્રદ્ધા ખલાસ કરી નાખી. આપે, અજ્ઞાન કેને કેમ વધારે મૂર્ખ બનાવીને સારા દેખાઈએ તે માટે આપે બુદ્ધિને ઉપચોગ કર્યો ત્યારે લાગ્યું કે ધર્મના બહાના નીચે જૈન
વિભાગ પહેલે | કલ્પ