________________
પૂર્વના મહાપુરુષ કેવા હતા ને કળિકાળના મહાપુરુષે કેવા હોય તે વિચારવા વિનતિ
ભગવાનની આજ્ઞા મુજબને શાસ્ત્રકાર ભગવતેએ કહેલ ધર્મ પૂર્વના મહાપુરુષોએ પિતાના જીવનમાં જીવી આદર્શ ખડે કરી જગતમાં સુવાસ મૂકી અનેક લોકેનું કલ્યાણ કરેલ છે અને તેઓ જ જગતને આશીર્વાદરૂપ બની આત્મકલ્યાણ સાધી ગયા છે ને તેઓ જ સાચા ! મહાપુરુષ બન્યા છે. જ્યારે આજે ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાની વાત કરી તેથી વિરૂદ્ધનું આચરણ કરી જગતને મૂર્ખ બનાવવાની કળા હોય અને માયા દંભ કરી ધર્મને વિકૃત બનાવતા હોય તે જ કળિકાળના મહાપુરુષ બની શકે !
પૂર્વના મહાપુરુષે કદી પિતાના હાથે તેમના ગુણોના વિશેષ લખાવતા નહીં પરંતુ ગુરુમહારાજ કે શ્રીસંઘ તે પદની પૂરેપૂરી યેગ્યતા લાગે ત્યારે વિશેષણ આપતા. જ્યારે આજે ધર્મની પવિત્રતાને, સિદ્ધાંતને તથા વિધિમાર્ગને નાશ અને આજ્ઞાને છડેચોક ભંગ કરીને શાસનરક્ષક, સિદ્ધાંતપ્રેમી જેવા વિશેષણે લખાવીને આનંદ અનુભવનારા ને પ્રતિષ્ઠાને જ સર્વસ્વ માનનારા કળિકાળના મહાપુરુષ ગણાય ! - પૂર્વના મહાપુરુષે કદાચ કઈ કર્મને વશ પડ્યા હોય તે કદી જાહેરમાં આવે નહીં અને પોતાની જાતને નીંદ ને લા–શરમ અનુભવે તેમ જ કદી પૂજા–પ્રભાવનાની ઈચ્છા કરે નહીં. જ્યારે આજે અસંયમી જીવન જીવવા છતાં, શરમને નેવે મૂકી માન–પ્રતિષ્ઠા ને પૂજાપ્રભાવના માટે જગતને સારી રીતે મૂર્ખ બનાવી કાળાબજારને ધર્મ
કરાવવાની જેમનામાં બુદ્ધિ હોય તે જ કળિકાળના મહાપુરુષ બની શકે! - કળિકાળના મહાપુરુષ બનવા જે પાપ બાંધ્યું છે તેને પૂજ્યશ્રી વિચાર કરે. પ્રતિષ્ઠાને ગૌણ બનાવી જીવનને સાર્થક કરો ને સદ્ગતિ પામો તેવી સેવકની વિનંતી છે.
-
-
-
૧૦૦ | વિભાગ પહેલે