________________
તા. ૧૬-૧૦-૮૪ શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણા.
ઘણી જ દિલગીરી સાથે જણાવવાનું કે આપને સંચમરક્ષા માટે ઘણી વિનંતી કરી પણ આપની પાસે શ્રીમંતના ધનનું અને સાધુસાધ્વીજી તથા અંધશ્રદ્ધા, ભદ્રિક કે ટેકે–તેની ખુમારી ઉપર ભગવાનના માર્ગને ટકાવવાની સદબુદ્ધિ સૂઝી નહિ. સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞાનું સખ્ત પાલન કરાવવામાં જેટલી ઢીલ થશે તેટલી પ્રતિષ્ઠા વહેલી ખલાસ થઈ જવાની.
આજે જે રીતે વહેવારે થઈ રહ્યા છે તે ઘણું જ નિદનીય અને સાધુતાનો નાશ કરનાર છે. તેને ન્યાય મેળવવા માટે કોઈ સ્થાન રહેવા. દીધું નથી, છતાં ધર્મને સમજેલા કદી ચલાવી શકશે નહિ અને તેના માટે બધું કરી છુટશે.
ધર્મની રક્ષામાં મજબૂત બનાય. પણ ધર્મનાશમાં મજબૂત બની ઘમંડ રાખનારાઓના હાલ ઘણું જ ખરાબ થઈ જાય છે તે કદી ભૂલશે નહિ. આ વાત ધ્યાનમાં નહિ લો તે અંજામ ઘણા જ ખરાબ આવવાનો.
શાસન માટે અને સંયમરક્ષા માટે મેં એકલા હાથે હવે બધુ કરી લેવાનો નિર્ણય કરેલ છે. પછી ભલે જેલમાં જવું પડે, માર ખાવે પડે કે જીવનને અંત આવે; પણ સાધુઓની પવિત્રતા ટકાવવાને મારો ધર્મ કદી ચુકીશ નહિ.
ચિત્રભાનુ અસંયમી, આજ્ઞાભંજક, આચારનાશક હોવાથી અને સાધુપણું પાળી ન શક્યા તેથી તેને આઘો લઈ લેવા આપે ઘણું તોફાને કરાવ્યા હતા તે હું ભૂલી ગયે નથી. આપે તેના કરતાં વધારે સંયમનાશક બની સાધુ–સંરથાની પ્રતિષ્ઠાને ખતમ કરી નાખી છે. છતાં શ્રીમંતેના તથા સાધુ-સાધ્વીજીના પ્રચારથી મહાપુરુષ કહેવરાવી, સંઘને અંધારામાં રાખી, સાધુઓના જીવન ભ્રષ્ટ કરવાના માર્ગો ખુલ્લા કરી નાખ્યા
૯૮ | વિભાગ પહેલો