________________
મારા જીવનમાં સંયમરક્ષાનું કામ કરવાની તત્ર ઈચ્છા હતી. તેને સફળ કરી શકયો નથી તેનું મને પારાવાર દુઃખ છે. ચાલીશ વરસથી ધર્મની, આપની કે શાસનની શક્તિ મુજબ સેવા કરી છે. તેના બદલામાં આપની પાસે શાસન ખાતર સંયમરક્ષાની માંગણી કરું છું. મારી માંગણુને નહિ સ્વીકારો તે સાચી સાધુતા નષ્ટ થઈ જવાની છે, તેમાં મુદ્દલ શંકા નથી. શ્રી ગિરિરાજમાં પિસાથી આકર્ષણ કરી શકશે પણ જ્યાં સુધી સાધુના આચાર માટે અને દેવગુરુની આજ્ઞાને અમલમાં નહિ મુકાય ત્યાં સુધી સાચે ધર્મ પામી શકવાના નથી.
આજે ગોરજી કરતાં ભયંકર કાળ આવી રહ્યો છે તેમાંથી શાસનપક્ષને બચાવવાની જવાબદારી આપની છે. અમુક અપવાદ બાદ કરતાં કયાં આ કાળ માટે ભગવાનનું સાધુપણું અને કયાં અત્યારની સ્થિતિ! બાહ્ય પ્રવૃત્તિ અને આચારના નાશની કઈ મર્યાદા રાખી નથી. આજે સાધ્વીજીઓ તથા બહેનોને વિહારમાં સાથે રખાતા અને ધર્મસ્થાનમાં ગમે ત્યારે આવવાની છુટ અપાતા નિયમોનો ભંગ થવાથી થાવૃત્ત ભાંગવાને માર્ગ ખુલ્લો થયો છે. પછી બહારથી ગમે તેટલી શાસ્ત્રની વાતે કરવામાં આવે કે હજારો માણસો ભેગા કરવામાં આવે તેનું પરિણામ સારું ન જ આવે. આજે સમજુ લોકેને આ બધી પ્રવૃત્તિએથી લાભ દેખાતું નથી, છતાં મૌન રહી જોયા કરે છે. આપનું પુન્ય છે ત્યાં સુધી દબાયેલું કદાચ રહેશે, પણ પછી એવી ભયંકર પરિસ્થિતિ સજાશે કે લેકે આપને સંભારીને કહેશેઃ બધે પ્રતાપ આપને છે કે સંયમરક્ષાની વ્યવસ્થા કરીને ન ગયા.
આપની નિશ્રાએ આવેલા તથા શાસનપક્ષના મોટા ભાગના સાધુ -સાધ્વીજી જે રીતે જીવન જીવે છે તેમાં સંવર કે નિર્જરાનું નામનિશાન નથી. તેઓમાં અત્યારના સંસ્કાર બદલી સાચી સાધુતા લાવીને નહિ જાવ તે આપના માથે મોટામાં મોટું કલંક રહેવાનું અને સાથે તેમના વાલીઓને અને સંઘને પણ આપના પ્રત્યે દુખને કે પાર રહેશે નહિ. વિચારે અમલમાં મુકે, નહિતર ભાવિભાવ!
શાસનના રાગના કારણે સંયમરક્ષા માટે આપને ઘણી વિનંતી કરી. કડક પણ લખ્યું છે. આપને ન ગમે છતાં સાચી હકીકતો લખી
૯૨ | વિભાગ પહેલે