________________
બાબર છે, તેમ કહેવાનું શરૂ કર્યું. તેથી મેં છેલ્લું પગલું ભરવાને નિર્ણ કર્યો. તેનાથી કેવું વાતાવરણ પેદા થશે તે બધું હું સમજી શક્ત હતું, પરંતુ શાંતસુધારસની ૧૨ ભાવનાએ મારું આખું માનસ બદલી નાખ્યું. . કેઈ વ્યક્તિ પાસે દબાણથી ધર્મ કરાવી શકાતા નથી. દબાણથી કરાવેલ ક્યાં સુધી ટકે તે નકકી નહિ. પરંતુ વડીલે કે ગુરુઓ પિતાની નિશ્રાએ આવેલાનું દબાણથી કરે તે લાભ થઈ શકે છે. તે માટે આપની જરૂર પડે. પણ સંઘના કમભાગે આપને સંયમરક્ષાનું મન થયું નહિ. તેના કારણે હું સારી રીતે સમજુ છું. આપ વૃદ્ધ થયા છો છતાં સાધુ–સસ્થાને તથા શાસનપક્ષને વિચાર ન આવ્યો. તેથી નક્કી થઈ ગયું કે આપને શાસનના નામે સંઘનું વાતાવરણ અશાંત રાખવાથી જ લાભ દેખા હેય. તેમાં આપને પૂરેપૂરી સફળતા મળી છે એ આપની પાસેની પુન્યની જોરદાર મુડીને પ્રતાપ છે.
અનિત્ય ભાવના, સંસાર ભાવના, અશુચિ ભાવના સાથે મૈત્રી આદિની ભાવનાને જેમ જેમ વિચાર કરું છું ત્યારે મને લાગ્યું કે ચાલીશ વર્ષથી ધર્મના નામે જે પ્રવૃત્તિઓ કરી તેના બદલામાં કષાય સિવાય બીજું કાંઈ મેળવ્યું નહિ. અને તે કષાયથી કે લાભ થશે હશે તે તે જ્ઞાની જાણે, પણ સમતા જેવી ચીજ જીવનમાં જોવા મળી નહિ. મારું સદ્ભાગ્ય કે કાળ પાક્ય હશે અને ભવિતવ્યતા સારી હશે, જેથી નિવૃત્તિ અને તપ સાથે વાંચનથી લાભ થાય છે. તેના કારણે ઘણું પાપથી બચી ગયો છું કે કેમ તે તો જ્ઞાની જાણે. પણ હવે પુરુષાર્થ કરવાની ઘણી જરૂર લાગે છે.
આસે વદિ ૧ને અઢી મહિનાને ગાળે છે. તેમાં આપને ત્યાં દરેકને શું શું વિચારે આવે અને મને પણ મારી રોજના કઈ રીતે સફળ થાય તેના જ વિચાર આવે. જે પરિણામ આવે તેને અમલ કરવાનો આપને જ હોય. ૧૧ કલમ પાળવાનું વચન આપ્યા પછી પણ અમલ ન કર્યો તે ધ્યાનમાં લઈ મારે વિચાર આજથી આ અંગેની મારી દરેક પ્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરેલ છે. આ અંગે મારે છેલ્લો પત્ર છે.
વિભાગ પહેલે | ૯૧