________________
તેના પ્રતાપે સદબુદ્ધિ સૂઝી નહીં. હવે શું કરવું, કેની પાસે જવું, શાથી આ પાપ અટકે તેની મૂંઝવણ વધતી જાય છે. આપના શબ્દો યાદ આવે છે કે શાસનરક્ષા માટે સંઘ કે આચાર્યો સહાય ન કરે તે કેર્ટમાં કે સરકારમાં કે જેનેતર શક્તિસંપન્ન હોય તેની મદદ લઈને રક્ષા કરવી. તે ઉપાય આપની સામે કરવાને વખત આવશે તેવું કલ્પનામાં પણ ન આવે તેવું બન્યું છે. ભાવિભાવ.
આપે સત્યનું રક્ષણ અને ખોટાનો પ્રતિકાર કરવા સજજ બનવાની ઘેાષણ કરી છે. શાસનપક્ષમાં પ્રમાણીકપણે આપે તેને અમલ કર્યો હેત તે કાળાબજારને ધર્મ કદી ફાલત નહિ. પણ સાચી સાધુતાના કટ્ટર શત્રુ ગચ્છાધિપતિ હોય ત્યાં આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. આ સ્પષ્ટ કહેવામાં મારે માટે ઘણું જોખમ છે તે સારી રીતે સમજું છું. પણ હવે શાસનને બચાવવું હોય તે સત્ય જાહેર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
હજુ કે ભવિતવ્યતા છેલ્લે છેલે સારી હોય તે માટે જ ચાતુર્માસ પવિત્ર ગિરિરાજની છાયામાં કરવાનું મન થયું હોય તે, ભગવાનની આજ્ઞા નવ વાડેનું પાલન, સંચમરક્ષા માટે પૂ. ગુરુદેવની ૧૧ કલમેનું કડક રીતે પાલન કરવાનું, અસંયમી સાથે વહેવાર બંધ, ઓ ને મુહપત્તી જે મહાવ્રતને અખંડ પાળવા માટેનું અને સંપૂર્ણ અહિંસક જીવવા માટેનું પ્રતિક છે, તેને વિધિપૂર્વક ઉપયોગ થશે તે જ ચાતુર્માસ સફળ થશે. જ્યારે ઈરાદાપૂર્વક તીર્થ સ્થાને આજ્ઞાભંગ કરવા માટે અનુકૂળ છે અને મનુષ્યભવ અનંતકાળે મળવાનો નથી તેવી ખાત્રીથી, મળે તેટલું ભેળવી લેવાની લાલસામે આવ્યા હશે તે શ્રીસંઘને શ્રાપરૂપ બનવાના છે.
જ્યાં શિયળરક્ષા નથી, દેવગુરુની આજ્ઞાનું પાલન નથી, અહિંસક જીવન જીવવાની ખાત્રી નથી-તેની તપાસ કર્યા સિવાય દીક્ષાઓ આપી તેઓએ ઝેર ખાવા જેવું કર્યું છે. સાચી સાધુતાને નષ્ટ કરી - અનેકના જીવન બરબાદ કરનારા પાપાત્માઓને જ્ઞાનભગવંતોએ કસાઈ કરતાં ભુડા કીધા છે. આપની પાસે જવાબ માંગનાર સાચી સાધુતાના પ્રેમી મર્દ કેઈ નીકળશે ત્યારે જ આપની આંખ ખુલશે. ૮૬ / વિભાગ પહેલે
*