________________
ઘાતકીઓને જ્યારે આત્મકલ્યાણ કરવું હતું તો તે કરી શકયા. તાત્ત્વિક દૃષ્ટિએ દ્રઢપ્રહાર કરતાં પણ આપનું પાપ વધારે ગણાતું હોય તે પણ શુદ્ધ થઈ આત્મકલ્યાણ થઈ શકે છે. તેમાં કદીગ્રહ-મમત્વને મુકી, સરળ બની, આબરૂને ભય મુકી, કરેલા કૃત્યને પશ્ચાતાપ કરી, સંઘ પાસે અંતઃકરણ પૂર્વક માફી માગી, શાસ્ત્રીય દૃષ્ટિએ જે કાર્યવાહી થતી હોય તે કરીને જીવનને સાર્થક કરી લેવા જેવું છે. ૨-૫ વર્ષની જિંદગી છે. અન્ય હોય તે આબરૂ કદાચ ટકે, પણ પાપને ઉદય થઈ જાય તે બધી ધારણાઓ બેટી પડે. માટે ખરેખર ધર્મની સાચી સમજણ હોય તે સારા થવા માટે પ્રયત્ન કરશે, જેથી ભવિષ્યકાળ ઘણે સુધરી જશે અને ટૂંકે થઈ જશે.
જૈન શાસનમાં આપને જન્મ થયે, આપની દીક્ષા થઈ, વિદ્વાન થયા, વ્યાખ્યાન વાચસ્પતિ બન્યા. આપના વચન ઉપર શાસન માટે કરોડ રૂપિયા ખચી અનેક બાલ–યુવાનોને આપ્યા, પણ આપે શું સિદ્ધિ મેળવી? લેકેની દષ્ટિએ ચકવતી જેવું સુખ ભોગવ્યું છે–તેના બદલામાં આપે શું આપ્યું તેનો વિચાર પ્રમાણીકપણે એકાંતમાં કરશે તે આપને આંસુ પડયા વિના નહિ રહે. ધર્મની વાત કરવામાં કુશળ થયા તેવું આચરણ કરી આરાધનામાં કુશળ થયા હતા તે જૈનશાસનનો ઈતિહાસ કઈ જુદો લખાત.
આપના વ્યાખ્યાનની તથા આપના જીવનની સમાલોચના તૈયાર કરું છું. આપની અપ્રમાણિક્તાને વિચાર કરું છું ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. જ્ઞાન-શક્તિને આવો દુરઉપયોગ ૨૫૦૦ વર્ષમાં કેઈએ કર્યો હોય તેવું સાંભળેલ નથી. ધર્મની વાત કરી ધર્મને નાશ, સંયમની વાત કરી સંયમને નાશ અને સિદ્ધાંતની વાત કરી સિદ્ધાંતને નાશ કરવા છતાં શાસનરક્ષક તરીકે પૂજાણું હોય તેવું બન્યું નથી.
શક્તિ મુજબ, ભગવાનના શાસનની સેવા કરવા અને સાધુએની પવિત્રતા ટકાવવા, છેલ્લા ચાર વરસથી, ખૂબ વિનંતી કરી. આપને સાચો સંયમને ખપ હેત, શાસનની ચિંતા હતા તે મને જરૂર સહાયક થાત. પણ આપને પાપાનુબંધી પુન્યથી મળેલ પુષ્કળ પાપની સામગ્રી સાથે સાચી સાધુતાના ઘાતક આપની પડખે રહ્યા.
વિભાગ પહેલો | ૮૫