________________
સમર્થ શકિતશાળીની કમે કેવી સ્થિતિ કરી નાખી. પરંતુ હજી વિચાર કરવાની તક છે. વૃદ્ધ ઉંમર થતી જાય છે. અવારનવાર તબિયત બગડી જાય છે. પરંતુ આયુષ્યના બળે તબિયત સુધરી જાય છે તે સંઘના હિત ખાતર, આત્મકલ્યાણ ખાતર, પૂ. ગુરુદેવશ્રીને આપેલ વચન પાળવાને ખાતર સદવિચાર આવે તે દરેકને સાચી સાધુતાના દર્શન થાય અને સંઘનું રણ અદા કરી શકાય. તેથી છેલ્લી ઘડીએ સાચી સમાધિ ટકશે.
આપે શાસનરક્ષા, તીર્થરક્ષા, સિદ્ધાંતરક્ષા, સંયમરક્ષાના લાભ સમજાવ્યા. ભગવાનના માર્ગની રક્ષા કરવા પુન્યાથી હોય તે જ તન, મન અને ધનથી તેમજ જરૂર પડે તે રાજકર્તાને આશરો લઈને તેમજ કેર્ટમાં ન્યાય મેળવવાનો અને ન્યાય ન મળે તે આમરણાંત ઉપવાસ કરી લાભ લઈ શકે. છતીશક્તિએ કાંઈ ન કરે તે મહાન પાપના ભાગીદાર બને છે. આપની આ વાણું ઉપર વિશ્વાસ રાખી સાધુઓની પવિત્રતા કેમ વધે તે માટે જેને જેને પ્રયત્નો કર્યા તેને તકલીફમાં મુકવા કોઈ કચાશ રાખી નથી. પરંતુ તેઓના પુન્ય આપને સફળતા મળી નથી. તેથી નકકી થાય છે કે આપની વાણું અને જીવન વચ્ચે આકાશ–પાતાળ જેટલું અંતર છે. આપની પાસે આપના આત્માની ચિંતા કરનાર હિતેરછુ કેઈ જ નથી, તેનું જ આ પરિણામ છે. હું આપનાથી ધર્મ સમજ્યો તેથી હિતચિંતક તરીકે મારે મારી ફરજ બજાવવી જોઈએ. અસાધ્ય દર્દ માટે ઘણી કડવી દવા પાવી પડે છે તેમ મારાથી હિતબુદ્ધિથી કડક લખાણું હોય અને સત્યનો પક્ષ કર્યાથી આપને દુઃખ લાગે તે સ્વાભાવિક છે. છતાં આપને વિનંતી કરું છું કે હવે ખુણે - બેસી, આંસુ સારી, કરેલ કૃત્યનો પશ્ચાતાપ કરી જીવનને શુદ્ધ બનાવવા પ્રયત્ન કરશે તે પણ ઘણું પાપથી હળવા થઈ જવાશે. હજી બાજી હાથમાં છે. માટે કૃપા કરી માયા–દંભ-કાવાદાવાને સરાવી જીવનને સફળ બનાવો, તે જોવાની મારી તીવ્ર ભાવના છે. આપે જીવન સુધારવા ઘણાને સલાહ આપી છે. આપને માટે વિનંતી કરવાનો વખત આવ્યે તે પણ કાળની બલીહારી છે. આયુષ્ય ઘટતું જાય છે, અને કોઈપણ વિચાર નહીં કરો તો, આજે આયુષ્ય પૂરું થઈ જશે તે, આપની જગતમાં મેટી ભુલ હશે. આપની શક્તિ, બુદ્ધિ, જ્ઞાનનો ઉપયોગ કરી,
૬૮ | વિભાગ પહેલે