________________
ધ્રાંગધ્રા શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટણ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી.
વિ. વિ. સાથે જણાવવાનું કે આપને ૧૨ પત્રો લખ્યા છે. તેનાથી આપને વિચારવાની તક મળવા છતાં કદી વિચાર કર્યો નહીં. તેથી ખાતરી થઈ છે કે આપને કદી પરલોકનો વિચાર આવવાને નહીં. તેમ સમજવા છતાં કદાચ કઈ સારી ભવિતવ્યતા હોય અને સંઘનું પુન્ય જાગૃત હોય તો સંઘનું હિત કરવાનું મન થઈ જાય તે માટે જ પ્રયત્ન કરું છું.
જૈન પ્રવચનની ફાઈલમાંથી પૂ. ગુરુદેવશ્રી ગચ્છાધિપતિએ કરેલ બંધારણની કેપી આ સાથે બીડી છે. તે બંધારણ આપે માન્ય રાખેલ 4 છે. સાધુઓની પવિત્રતા સચવાય તે માટે ભગવાનની આજ્ઞાને તથા બંધારણને નજર સમક્ષ રાખી ઉપદેશ આપતા હતા કે સાચી સાધુતા ટકાવવી હોય તે નવ વાડાનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન કરવું જ જોઈએ. એવું કહેનારાઓના હાથથી જ સંયમ અને આચારને નાશ થયો છે અને બંધારણને ભાંગીને ફેંકી દીધું છે તે કમનશીબી છે. આ સંબંધી આપ શાંતચિત્તે વિચારશો તે આપને જ લાગશે કે મારા જીવનનું મેં શું કર્યું અને તેનું પરિણામ કેવું આવ્યું? અંતરચક્ષુ ખુલ્લો હશે તે નજરે દેખાશે.
પૂ. ગુરુમહારાજશ્રીએ આપની સાથે સંગઠન કર્યું કે હવેથી ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ કંઈ ન કરવું, વિશિષ્ટ રીતે ચારિત્રનું સુંદર પાલન થાય તે માટે બંધારણ કર્યું, અને તેનું કડક રીતે પાલન કરવાની ખાત્રી આપ્યા પછી જ આપને સમુદાયમાં લીધા છે.
પૂ. ગુરુમહારાજશ્રીને અખંડ પ્રેમ ને વિશુદ્ધ જીવન હોવાથી સંયમમાં દુષણ લાગે તેવા કારણોને નાબૂદ કરવા માટે, આપની પાસેથી
જ આ બંધારણની વિગત વિભાગ પહેલાના અંતે આપી છે.
૬૬ | વિભાગ પહેલે