________________
વાત કરી લેકોને ભરમાવી સાધુઓની સંખ્યા ગણાવી - ચારે આહારનો ત્યાગ કરી મારા જીવનને સાર્થક કરીશ
ગામડામાં સાધુ સાદેવીજીએ સાથે રહેવું નહીં. - અસંયમી સાધુઓનું ચાતુર્માસ હોય ત્યાં સાધ્વીજીનું ચાતુર્માસ કરાવવું નહીં.
અસંયમી સાધુઓ પાસે સાધ્વીજીને વંદન કરાવવું નહીં.
અસંયમી સાધુ હવે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. પછી જે ભગવાનની આજ્ઞાને વફાદાર ન રહે અને આજ્ઞાભંગ કરે તે પાટ ઉપર બેસાડવા નહીં.
જે કઈ સાધુ-સાધ્વીજી આનું પાલન ન કરે તો તેની સાથે વંદન વહેવાર બંધ કરી દેવો.
સાધુતાની પવિત્રતા સારામાં સારી સચવાય તે માટે ચારિત્રસંપન્ન પૂ. સાધુઓ તથા ચારિત્રના પ્રેમવાળા શ્રાવકેની કમીટી નીમવી.
ઉપરની હકીક્ત આપ ધ્યાનમાં લઈ આપના જ હાથથી શાસનને રાગ હશે તે જ કાર્ય થશે તેથી દરેકને ખૂબ આનંદ થશે. આપને તથા બીજા ચારિત્રસંપન્ન મહાત્માઓ પાસે સાધુતાની પવિત્રતા વધે તે માટે ખાનગીમાં ખૂબ મહેનત કરી, પણ હજુ સુધી કેઈએ પ્રયત્નો કર્યા નહીં તેનું મને પારાવાર દુખ છે. તેથી શ્રી સકલ સંઘને જાગૃત કરવા અને સાચી પરિસ્થતિથી વાકેફ કરવા શ્રી જ્ઞાનમંદિરની બહાર ઓટા ઉપર, ચારે આહારને ત્યાગ કરી મારા જીવનને સાર્થક કરીશ. તેમાં જૈન શાસનની નિદા થશે તથા સાધુઓની ફજેતી થશે તેની પુરતી જવાબદારી આપની છે; અને આને દબાણ કે ધમકી માનશે નહીં. મારા હૃદયની વેદના ૧૮ મહિનાથી સાધુતાની પવિત્રતા માટે કરેલ તપથી થયેલ રક્ષાની શુદ્ધ ભાવના છે. એ જ વિનંતી.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિભાગ પહેલે | ૬૫