________________
સાધુતાની પવિત્રતા વધે તે માટે સંમેલન બોલાવેલ
દેવું જોઈએ, જેથી નિદા અને ફજેતી ન થાય અને શાસનની મલીનતા ટળે. અસંયમને પ્રોત્સાહન આપવા માટે વાત થતી હોય તો મને લાગે છે કે આપના હાથથી ન કરવાના કાર્યો થયા હોય તેથી લાચાર થઈ જવાથી આબરૂના ભયે કાંઈ કહી શક્તા નથી. તેથી બુદ્ધિ અને કળાથી માયા કરી આ બે ગુણને પ્રચાર કરી શકે છે. શું સત્ય છે તે આપ જ જાણું શકે અગર જ્ઞાની જાણે.
મને આપના જ વિચારો આવે છે કે કર્મસત્તા શું શું કરાવે છે ? પૂર્વધરે કેમ પડ્યા? શાસનને શક્તિસમ્પન્ન મળ્યા છેતા સંઘનું કેટલું ઓછું પુન્ય કે આપે કરેલ શક્તિને દુર ઉપયોગ કર્યો તેથી સંઘની ખાનાખરાબી થયેલી. આ વિચારથી હું ઘણું જ દુઃખી થઉં છું. આપને શાસનના રાગી, પુન્યાત્મા ને સત્ય વાત કહેનારા મળી જાય તે જ સંઘને ઉદ્યોત થાય.
આપ અત્યાર સુધી પાપાનુબંધી પુન્યના હિસાબે જે રીતે જીવ્યા છે તે આપની કર્મ પ્રકૃતિથી ગમે તેવા દોષો સે તે પણ લેકે ગુણે માને. તેથી માનની પરાકાષ્ઠાએ પહોંચેલા આપને સહેજે થાય કે, મારા પગના તળીયે બેસનાર, સેવક તરીકે રહેનાર મને સલાહ દેનારે કેશુ? આવા ભાવથી અંતરમાં કૈધની માત્રા વધી જાય તે, આપને વિનંતીપૂર્વક કહું છું કે શાંત થાવ, શાંત થાવ. આપ જ્ઞાની છે. હજુ ધારે તેટલું સારું કરી શકે તેમ છે. તે શક્તિ, જ્ઞાન, બુદ્ધિને સદુપયોગ કરી, ભૂતકાળને ભૂલી જઈ, માનને મારી નાખી, આપ એકાંતે આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરશે તે દરેકનું કલ્યાણ છે. શાસનને મહાન ઉલ્કાપાતથી બચાવી આપની છેલ્લી જિંદગી સાર્થક કરે, તેવી સેવકની દર્દભરી નમ્ર વિનંતી છે.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી.
વિભાગ પહેલે / ૬૩