________________
છે. તે આપ સારી રીતે સમજવા છતાં તેને અમલ નહિ કરતાં અને આ જીવનની કિંમત નહિ આક્ત માન–પ્રતિષ્ઠા–આડંબરથી વિચારશુન્ય બની ગયા છે, તેથી જ સારો એ સંસાર ઊભું કરી શક્યા છે. આપે ઘણુને નિવૃત્ત થવાની સલાહ આપી. તેને આપે જ અમલ ન કર્યો, તેનું જ પરિણામ છે.
પાપાનુબંધી પુન્યના જોરથી વ્યક્તિનાગમાં અંધ બનેલા સ્વાર્થી લકો રામ ત્યાં અધ્યા કહી અજ્ઞાનને જગતમાં પ્રચાર કરે છે. આ કાળમાં ગુણના પૂજારી બહુ ઓછા હોવાથી ભાટ-ચારણે ખૂબ વધી ગયા, એટલે ગુણવાનને ઓળખવાનું મુશ્કેલ થયું છે. રામની પાછળ આખી અયોધ્યા નગરી તેઓના ગુણે સંભારી સંભારી શોકમાં ડૂબી ગઈ હતી, ત્યારે આ રામની પાછળ સંઘના વ્યક્તિરાગી વર્ગને સાધુના આચારને નાશ કરવામાં મોટામાં મોટો હિસ્સો છે. છતાં અજ્ઞાન ભેળા લોકેને ધર્મની માયાવી વાતો કરી સંઘને મૂર્ખ બનાવે છે. તે અટકાવવાની તાકાત નહિ હોવાથી દુઃખ અનુભવે છે. આનું પરિણામ ઘણું જ ભયંકર ભેગવવું પડશે તેવું કહેનારા વડીલે કે હિતેચ્છુ કોઈ નથી, તે જ આપને મહાન પાપને ઉદય છે.
આપ વિચારે, ધીરેન્દ્ર બ્રહ્મચારી ઉપર રાજ્યકર્તાઓના ચારે હાથ પાપાનુબંધી પુન્યના જેરે હતા. મુખ્ય ખલાસ થયું ત્યારે શું સ્થિતિ થઈ રહી છે તે નજરે જેવા છતાં આપના જીવન માટે જ્ઞાનને સદ્દઉપયોગ નથી કરતાં તેનું મને પારાવાર દુખ છે.
વાણી અને પુન્યના પ્રભાવથી વ્યક્તિરાગી ભક્તો થયા, તેનું પરિણામ આપને તથા સંઘને માટે નુકશાનકારક બન્યું છે, તે સત્ય હકીક્ત સ્વીકારશે તે જ જીવન સાર્થક કરી શકશે. શાસનરાગી ભક્તો થયા હતા તે અસંયમ કદી વધત નહિ અને આપને પણ સાચી સલાહ આપત.
અપના વ્યાખ્યાનમાં સાધુ-સાધ્વીજી, શ્રાવક–શ્રાવિકાઓએ સાંભળવા માટેની ખૂબ ખૂબ દોડાદોડી કરી. કે ધર્મ પામ્યા કે કેઈએ આપના આત્માની ચિંતા ન કરી અને ઉપરથી આત્મઘાતક
વિભાગ પહેલે / ૭૩