________________
કરનારા પાપાત્માએ સંઘનું લેહી ચૂસી, સંઘની અજ્ઞાનતાને કારણે, ગુરુ તરીકે મેજ માણી રહ્યા છે.
કૃત તિર્યંચ પ્રાણી છે. બુદ્ધિહીન છે. છતાં સૂકે ટુકડે રોટલ જેના ઘરને ખાય છે તેને કદી કરડતા નથી અને પ્રસંગે વફાદારી બતાવી ખાધું હકક કરી બતાવે છે. આજે અસંયમીઓ વેષમાં રહી કૂતરા જેટલી સંઘની વરાદારી નથી રાખતા, જેનું ખાધું તેને જ ભસ્યા કરે છે અને બટકા ભરે છે. ભગવાનના માર્ગને અને સાધુના આચારને નાશ કરી લેકેને મહામૂર્ખ બનાવી રહ્યા છે. બુદ્ધિહીન, અંધશ્રદ્ધાળુ લોકે સંઘમાં ન હોત તો કાળા કામ કરનાર અમારું સ્થાન ઉપાશ્રયમાં નહિ પણ જેલમાં હોય તેમ સારી રીતે સમજે છે.
આજે વેષધારી અસંયમીઓ–આજ્ઞાભંજમાં ભાંડ જેટલી ખાનદાની, ડાકુ લૂંટારા જેવી પ્રામાણિકતા અને કૂતરા જેવી વફાદારી નહીં હોવાથી સાધ્વીજીઓને સાથે રાખે છે, બહેન-દિકરીઓના જીવન બરબાદ કરવા કારસ્તાને રચે છે. શાસનપક્ષમાં કેણ કેવા છે તે નજરે દેખાય છે. આ બધા માટે જવાબદાર કોણ ગણાય તે પણ નક્કી થઈ ગયું છે. તેથી સંઘના મહાન ગુન્હેગાર છે. આવા ગુન્હેગારને મદદ કરનારી વધારે જવાબદાર છે. આ બધાની દયા ખાવાની છે. તેઓનું કલ્યાણ થાય તેની ચિંતા કરનારા ધર્મને પામેલા હોય છે. ભૂતકાળ ભૂલી જઈ, આમિક હિત કરવા માટે જ્ઞાનીએ બતાવેલ નવ વાડેનું પાલન, પૂ. ગુરુદેવની ૧૧ કલમનું પાલન, અસંયમીઓનું પૂ. સાધ્વીજીઓને વંદન બંધ, એ જ સાચો ઉપાય છે.
લોકે મને કહે છે કે તું ગમે તેવી મહેનત કર પણ તેમની પાસે શ્રીમતાનું પીઠબળ છે. અપ્રમાણિક સાધુ-સાધ્વીજીને પ્રચાર છે. અંધશ્રદ્ધાળુ વ્યક્તિરાગી ભદ્રિીક લોકેન ટેકે છે. અજ્ઞાન લોકેને ભ્રમમાં નાખી દેવાની કળા છે. માયામાં કુશળ છે. આખા હિન્દુસ્તાનના સંઘને મૂર્ખ બનાવવાની કળા છે. સમજુ લેકે સત્ય વાત કરે તેને સમાજમાંથી ફેંકી દેવાની હોંશીયારી છે. અસત્યને સત્ય- બનાવી શકે છે. અસંચમીને આચારનાશ કરવાનું વ્યસન પડયું છે છતાં નિલેપ છે તે દેખાડવાની કુશળતા છે. આ બધા અસાધ્ય કક્ષાના દર્દી છે.
૮૦ | વિભાગ પહેલે