________________
પધારે છે તેથી આપને વચનભંગ, દેવદ્રવ્યના રૂપિચાને દુરઉપયોગ કરાવ્યાનું મહાપાપ લાગ્યું છે, તે આપના વચનથી સિદ્ધ થાય છે. સિદ્ધાંતને મુકવા કરતાં ઝેર ખાઈને મરી જવું, તેવું કહેનારા પાપને પણ સારી રીતે પચાવી શકે તેવી શક્તિ આપ જ પેદા કરી શકે. આપને કેઈને ડર નથી તેથી જ આપના હાથથી અન્યાયના કામે થઈ શકે છે. પુન્યથી મળેલી શક્તિ કેટલું પાપ બંધાવે છે તે વિચાર કરવાની હજુ તક છે.
શેઠશ્રી કસ્તુરભાઈએ શ્રી ગિરિરાજ ઉપર લેટરી પદ્ધત્તિથી પ્રતિષ્ઠા કરાવી. તેમાં દેવદ્રવ્યને નુકશાન થાય છે તેમ કહી વિરોધનું વાતાવરણ ઊભું કર્યું હતું અને કોર્ટથી સ્ટે લાવીને પણ પ્રતિષ્ઠા અટકાવવી તેમાં ધર્મ છે. દેવદ્રવ્યને નુકશાન થયું તે પૈસાથી પુરું કરાવવાની મહેનત થઈ શકે પણ સિદ્ધાંતના નાશને ગમે તે ભેગે અટકાવવું જોઈએ તેવું કહેનારા આપે અત્યાર સુધી આજ્ઞાભંગના પાપ બાંધ્યા તેના ઉપર એક કલગી ચડાવી રહ્યા છે. આપને અટકાવનાર સંઘમાં સમર્થ વ્યક્તિ નથી તે જ આપના પાપને મહાઉદય છે. શ્રી હસ્તગીરીજીમાં જે રીતે કામ થઈ રહ્યું છે તે, સામાપક્ષે કર્યું હોત તે, તીર્થના ઉદ્ધારની નહીં પણ તીર્થની પવિત્રતાને તથા સિદ્ધાંતને નાશ કરી રહ્યા છે તેમ કહી, સંઘમાં વિરોધની હેળી સળગાવી હોત.
ભગવાનની વાણુ સમજણ, તેથી જ સત્ય હકીકત હું આપને કહી શકું છું. તેમાં આપે ધર્મ સમજાવ્યું તેનો પ્રતાપ છે.
સુસાધુની ખુમારીની વાત કરનારા આપની, આપના સમુદાયની અને શાસકપક્ષમાં મોટાભાગની સ્થિતિ વિચારે. સાધીજી સાથે વિહારે થાય, બહેન-દિકરીઓને ભક્તિ કરવાના બહાના નીચે સગવડતા સાચવિવા સાથે રખાય, મર્યાદા મુકી ધર્મસ્થાન તથા તીર્થસ્થાનનો ઉપયોગ કરે, સાધુના આચારને નાશ થાય, સંઘનું ખાઈ સંઘનો નાશ કરે– આ બધું ધર્મના નામે નાટક ચાલે છે. તે નાટક બંધ નહિ થાય તે ભાવી ભયંકર છે. હવે હદ આવી ગઈ છે. સંઘનું કલ્યાણ કરવાની ભાવના નહિ થાય તે આ જિદગીની કિંમત તુરછ સુખ આગળ આપને જ નથી.
વિભાગ પહેલે | ૭૭