________________
આપને જ લાગશે કે મારા જીવનનું મેં શું કર્યું ખાત્રી આપ્યા પછી જ આપને સમુદાયમાં લીધા છે કેવી રમ કરી, તે પણ ધર્મ અને શાસનના નામે
ધર્મની વાત કરી અને ધર્મના કાર્યો કરી, સકલ સંઘને મૂર્ખ બનાવવાને આનંદ જાતે કરી, કરેલા પાપોને પ્રમાણિકપણે સ્વીકારવાથી સદ્દગતી નક્કી થઈ જાય છે. હવે તો આપે જ આત્મકલ્યાણ કરવું કે ન કરવું તેને નિર્ણય કરવાનો છે. સાધુઓની પવિત્રતા ન સચવાય તે શાસનને નાશ અને તેથી ધર્મને નાશ; અને તે નાશને અટકાવવા આપ કાંઈ નહીં કરો તે મારે ગમે તેવા ભેગે આપવા પડશે તે આપી, જીવનને સાર્થક કરીશ. પરિણામ તે જ્ઞાનીએ દીઠું હશે તે આવશે.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના.
વિભાગ પહેલો | ૬૯