________________
પાકી ખાત્રી લીધા પછી જ, આપ જેવા સમર્થ અને શક્તિશાળી સંઘમાં ગણતાની શરમ રાખ્યા સિવાય, સંયમની રક્ષા કરી. ત્યારે આપે સંયમમાં ખપી, જે સાધુઓએ આપની અસંયમની પ્રવૃત્તિમાં સાથ ન આપ્યો તેમની સાથે વ્યવહાર બંધ રાખી સમુદાયની બહાર મુકી દીધા છે જેથી તેઓ નિરાધાર બની જાય. પરંતુ તેઓમાં ચારિત્રની ખુમારી તથા ગમે તેવું કષ્ટ આવે તે તે સહન કરવાની તાકાતથી આરાધના કરી રહ્યા છે. તેથી આપની મેલી મુરાદ સફળ થઈ નથી. ચારિત્રસંપન્ન શિક્ષા કરવાને અત્યાર સુધીમાં આ પહેલો પ્રસંગ હશે. ધન્ય છે આપના સ્થાનને, ધન્ય છે આપના ધર્મને. આપના ઉપર કેઈને અંકુશ નહી તેથી જ આ મહાન અન્યાય કરી, અસંયમની પુષ્ટિ કરી છે. આપશ્રી ' વિચાર, અસંયમના પાપે કેવી રીતે કરવી પડી, તે પણ ધર્મ અને શાસનના નામે.
પૂ. ગુરુમહારાજશ્રીને વિશ્વાસ સંપાદન કર્યા પછી શ્રીસંઘે આપની વાણી ઉપર શ્રદ્ધા રાખી. સેંકડે ભાઈ–બહેનની દીક્ષા થઈ તેમાં શાસ્ત્ર મુજબનું કઈ ધારણ સ્વીકાર્યું નહીં. તેથી મોટા ભાગના દીક્ષીતના જીવન સાધુતાના આચારને નાશ કરી જીવનને બરબાદ કરી રહ્યા છે, તે સત્ય હકીક્ત નજરે દેખાય છે. આપે દીક્ષાનું મહત્ત્વ શાસ્ત્ર આધારે એવું સમજાવેલ કે ૧૨ માસનું સાધુપણું પાલનાર અનુત્તર દેવના સુખ જેવું આત્મિક સુખ અહીંયા બેઠો ભગવે છે. આવું સુખ જોગવનાર એક પણ સાધુ પાક નથી એવું જાણવા છતાં આપના ઉપર વિશ્વાસ રાખી અનેક કુટુંબોએ પોતાના વહાલસોયા પુત્ર-પુત્રીઓ, ભાઈ–બહેને અને સગાસબંધીઓને સાચા સુખને સ્વાદ લેવા અને વહેલી મુક્તિ થાય તે ધ્યાનમાં રાખી લાખ રૂપીયા ખર્ચી ધર્મ પ્રભાવનાઓ કરી. આપની નિશ્રાએ આવ્યા પછી આપના માયાવી જીવનથી તેમને આત્મિક વિકાસ નાશ થઈ ગયે. આપે સંખ્યાબળ વધારવા પ્રતિષ્ઠાનું લક્ષ શરુ કર્યું પરંતુ અનેક આત્માઓનું અહિત થયું. તેથી તેના વાલીઓને તથા શ્રીસંઘને હ ગણાય કે કેમ તેમજ આપને ભયંકર પાપ બંધાય કે કેમ તે આપે જ નક્કી કરવાનું છે. આપને ખરેખર ધર્મ ઉપર પ્રેમશ્રદ્ધા હોત તે કદી આવી ભયંકર સ્થિતિ પ્રાપ્ત થાત નહીં. આપ કર્મસત્તા તથા પરલોકને ડર ભૂલી ગયા તેનું મને પારાવાર દુઃખ છે. આવા
વિભાગ પહેલે ! ક૭