________________
કર્મસત્તા પાસે કાંઈ ચાલવાનું નથી. છેલ્લે જીવનને સાર્થક કરવું હોય તે શાસનનું હિત વિચારી પ્રામાણિકપણે પ્રયત્ન કરશે તે હજી બાજી હાથમાં છે. આપ જે સ્થાન પર બિરાજે છે તેને વફાદાર ન રહેતા, બુદ્ધિ અને જ્ઞાનશક્તિનો ઉપગ આરાધના માટે નહીં કરતાં, ફડત માનપાન–પ્રતિષ્ઠા માટે કર્યો, તેથી આપે આત્માની ચિંતા તેમજ શાસનની ચિંતા કરી નહીં. રાજકારણમાં ઇંદિરાબેને જે માન–પ્રતિષ્ઠા મેળવી, તેથી વધારે શક્તિ હોવા છતાં, તેવી માન–પ્રતિષ્ઠા મેળવી શકયા નથી, તે સત્ય હકીક્તથી હજુ વિચાર કરતા થાવ તે શ્રીસંઘનું મહાન કલ્યાણ થઈ જાય. “મહાવીર શાસનમાં શ્રી રાજુભાઈ માટે શબ્દો વાપર્યા છેઃ ધન્ય છે તેમના ધર્મને, ધન્ય છે તેમના જ્ઞાનને, ધન્ય છે તેમની શાસનસેવાને, ધન્ય છે આપના ઉપરના રાગને. પૂજ્ય આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા મહા પ્રભાવશાળી મહાત્માની હરોળમાં, પંચ પરમેષ્ઠીના ત્રીજા પદે સ્થાપિત કરી મુક્તિપદનું સર્ટીફીકેટ ફાડી આપનાર પણ ઓછા ધન્યવાદને પાત્ર નથી. જગતમાં બધું બે નંબરમાં છે તે બે નંબરના ધર્મમાં આને જ મહાન ધર્મ કહેવાય? શેઠશ્રી જીવાભાઈની પ્રેરણાથી શેઠશ્રી કસ્તુરભાઈએ સાધુતાની પવિત્રતા વધે તે માટે સંમેલન બેલાવેલ. જાહેરમાં આવી ચર્ચા થાય તે શાસનને નુકશાન થાય અને સાધુની નિંદા થાય તેવી વાત સમજાવી સંમેલનને નિષ્ફળ બનાવવાના શકય તેટલા પ્રયત્ન કર્યા. આપે ખાનગીમાં સાધુતાની પવિત્રતા માટે કોઈ પ્રયત્ન ન કર્યા તેના કડવા ફળ શ્રીસંઘને ચાખવા પડે છે. અને અમે આપના વિશ્વાસે કાર્ય કરેલ તેથી ભયંકર પાપ બાંધ્યું છે. પાપ છુપાવવા આપે માયા કરી કેવું પાપ કર્યું તે તે જ્ઞાની જાણે.
હવે અન્યાયને ઢાંકવા એ પ્રચાર કરવામાં આવે છે કે સાહેબ તે ઘણી જ વાત્સલ્યવાળા અને મહાન કરુણાના ભંડાર છે. આ બે ગુણે ઉત્કૃષ્ટ કેટીના હોવાથી કેઈને દુઃખ લાગે તેવું કહી શકતા નથી. આ બે ઉત્તમ ગુણે કેવલજ્ઞાની ભગવે તેમાં જ હોય તેથી ગણને વાયણાં, ચોયણું, પડીચોયણું કરી શકે તેમને જ સેપે છે. તે આપને આ બે ગુણે ઉત્કૃષ્ટ કેટીના પ્રાપ્ત થયા હોય તે સમુદાય બીજાને પી
કર ! વિભાગ પહેલે