________________
તા. ૮-૧ર-ર પરમ પૂજય, પરમ ઉપકારી આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટણ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે..
આપશ્રીને અગિયાર પત્રો લખ્યા. સાધુઓની પવિત્રતા સાચવવા ઘણું વિનંતી કરી. પણ આપે અત્યાર સુધી સંયમની, શાસનરક્ષાની, શાસ્ત્ર–સિદ્ધાંતની અને ધર્મની ખૂબ વાત કરી, પરંતુ અંતરમાં ધર્મને રાગ નહીં હોવાથી, ચારિત્રની કઈ કિંમત નહીં હોવાથી આપની પાસે તથા સમુદાયમાં તેમજ પક્ષમાં જે અસંયમની સ્થિતિ થઈ રહી છે તેને અટકાવવા ગચ્છાધિપતિ તરીકેની ફરજ બજાવી નથી. પરંતુ અસયમને બચાવ કરવા ભદ્રિક શ્રીમંતના બળ ઉપર તથા સાધુ-સાધ્વીજીના પ્રચાર કરાવવાની તાકાત ઉપર આપે જ્ઞાનનો ઉપચાગ કરી પ્રયત્ન કર્યા છે તે ગચ્છાધિપતિના પદને કલંક સમાન છે. મહાવ્રતની પ્રતિજ્ઞા લીધા પછી ભગવાનની આજ્ઞાનું પાલન ન કર્યું તેનાથી નવ વાડ તથા અષ્ટ પ્રવચન માતાને ઘાત થયે તેનું જ પરિણામ છે. તેથી મેટા ભાગના સાધુઓની સ્થિતિ દયાજનક અને કરુણાપાત્ર બની છે; અને જીવનને બરબાદ-કરી, આટલી ઊંચી સ્થિતિએ આવ્યા પછી, જીવનને હારી ગયા છે અને શ્રીસંઘને બેવફા બન્યા છે. આપે કેઈની ભાવદયા ન ચિંતવી તેનું કારણ આપને સાધુતાની કિંમત નહોતી. ફક્ત ચારિત્રની ઊંચી વાત કરી લોકેને ભરમાવી સાધુઓની સંખ્યા ગણવી. પ્રતિષ્ઠા માટેની રમત હતી, તે અત્યારની સ્થિતિથી નકકી થઈ ગયું છે. હજુ આપને વિનંતીપૂર્વક લખું છું કે આપની કારકિદી કલંકિત હોવા છતાં, જગતમાં મહાપુરુષની ખ્યાતી છે તેને ટકાવવી હોય તો, છેલ્લી અવસ્થામાં સંઘના કલ્યાણ ખાતર, સાધુઓના જીવન ખાતરે, આપના આત્મકલ્યાણ ખાતર જે કારણથી અસંયમ વધ્યો છે તે (નીચેના) કારણે નાબુદ થાય તે જ દરેકનું કલ્યાણ છે.
વ્યાખ્યાન સિવાય સાધ્વીજીએ કે બહેનેએ આવવું નહીં. વંદન દરેકે તે જ વખતે કરી લેવું.
૬૪ | વિભાગ પહેલે