________________
આપને જે શક્તિ મળી છે તેને સદુપયોગ કરી... કર્યા. તે જ ધર્મસ્થાનોમાં ધર્મ વિરૂદ્ધની પ્રવૃત્તિ કરી અસંયમી જીવન જીવાય છે, તેવી આપની પાસે વિનંતી કરે તે તેના બદલામાં માર પડે, અને સંચમને ખપી આત્માઓ વધારેમાં વધારે દુખી કેમ થાય તે માટે પ્રયત્નો થાય. તેથી ધર્મસ્થાનમાં પૈસા આપનારાઓને તેમજ સંઘને ભયંકર અપરાધ કરેલ છે કે કેમ તે આપે નક્કી કરવાનું છે. આપને શાસ્ત્રની વાત કરવામાં પ્રતિષ્ઠા વધારવા સિવાય બીજું કોઈ લક્ષ નહોતું, તે ઘણું હકીકતોથી તેમજ અનુભવથી નક્કી થાય છે. ધર્મ ને શાસ્ત્ર પ્રત્યે અંતરને રાગ હેત તો ધર્મસ્થાનમાં કદી અસંયમીએ ટકી શકે નહીં. સંઘમાં મહાન જૈનાચાર્યની ખ્યાતી પામેલા શાસ્ત્ર ને સિદ્ધાંતની વાતમાં જ રહે અને આચરણમાં કે અમલમાં કાંઈ ન હોય તે તેમને માટે અમારે કાંઈ કહેવું નથી, તેને ન્યાય ગીતાર્થ મહાપુરુષે જ કરશે.
આપની જગતમાં એટલી બધી ખ્યાતી વધી ગઈ હતી કે આપના સિવાય આ કાળમાં ભગવાનને માર્ગ ટકાવી શકે તેવા કોઈ નથી, તેથી આપના ગુણનું વર્ણન સાંભળતા ત્યારે અમને ખુમારીનો કોઈ પાર નહતો કે અમારું કેટલું સદ્દભાગ્ય કે આપના જેવા ગુરુ અને મળ્યા; પરંતુ જ્યારે અનુભવથી જાણ્યું કે આ બધા ગુણને વ્યવસ્થિત પ્રચાર હતા અને કુશળતાપૂર્વકની ઈન્દ્રજાળ હતી. તે વાત જાણવામાં આવી ત્યારે અમને આઘાતને કોઈ પાર રહેલ નથી. ભાવિભાવ.
આપે સત્ય હકીકત સ્વીકારવા જેવી તાકાત કેળવી હોય તે ગઈ ગુજરી ભૂલી જઈ, આપને જે શકિત મળી છે તેને સદ્દઉપયોગ કરી, છેલ્લી જિંદગીમાં, આત્મિક શાંતિ માટે, એ નિર્ણય કરે કે અમારું મસ્તક જગતમાં ઊંચું લઈને ફરી શકીએ.
શ્રી ભીડિયામાં આપે કહેલ છે કે આવતી સાલ, પીંડવાડા ચોમાસું કર્યા પછી, ગચ્છાધિપતિ તરીકે પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજીને નીમવાના છે. આ વાત ખરેખર સત્ય હોય તે આવો લાંબો ટાઈમ કાઢવામાં કોઈ ફાયદો નથી. જેટલી વહેલી નિવૃત્તિ
૧૬ / વિભાગ પહેલે