________________
સિદ્ધાંતની વાત કરનાર સિદ્ધાંત વિહોણું જીવે તેની ગતિ કાંતિભાઈને આપના નામથી લખેલ પત્ર દસ્તખત વગરને આવ્યો. તેમાં લખ્યું કે ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી. આપ શાસ્ત્રવિરૂદ્ધની પ્રણાલિકાને માનશે, તે કદી માનવામાં આવે નહીં, એટલે અમાએ શાસ્ત્રની વાત પકડી રાખી. ધર્મસ્થાનો તથા સાધુ મહાત્માને ઉપગ ધર્મ પામેલા સિદ્ધાંતને નાશ કરવા માટે કદી કરે નહીં. પરંતુ ધર્મમાં સ્વાર્થી, સત્વહીન અને અપ્રમાણિક માયાવી માણસે બુદ્ધિને ઉપયોગ અંગત સ્વાર્થ સાધવા ખટપટ કરે તે બિચારા દયાપાત્ર છે. આપે પ્રણાલિકાની સલાહ ન આપી હોત તે તેઓ, ધર્મસ્થાનમાં જે રીતે પાપ બાંધ્યા છે, તે કદી બાંધી શકતા નહીં. તેઓ બિચારાએ ઘણું પાપથી બચી ગયા હતા. જેઓની પાસેથી શાસ્ત્રને નિચ લેવાને હોય તે શાસ્ત્રને વફાદાર ન રહે તેથી કેવી પરિસ્થિતિ પેદા થઈ અને તેનાથી કેટલું અનર્થ થયું તે સિદ્ધાંતપ્રેમી મહાપુરુષ પાસે નક્કી કરાવશે. જેથી ખાત્રી થશે કે આમાં વધારે જવાબદાર કેણ ગણાય.
સિદ્ધગિરિ ઉપર ચાતુર્માસમાં ન જવાય, સુતક લાગે, પ્રતિક્રમણ પુરુ થયા પછી સંતીકરણ બેલિવું જોઈએ, બે તિથિ ન હૈય–આવી અનેક પ્રણાલિકાને બદલી શાસ્ત્ર મુજબની આરાધનાની વાત કરનારે કેસર-સુખડની પ્રણાલિકાને મહત્વ આપી શાસ્ત્રને ભયંકર દ્રોહ કર્યો છે, તે આપના વચનથી જ સિદ્ધ થાય છે. આપે શાસ્ત્ર વિરૂદ્ધની પ્રણાલિકાને મહત્ત્વ આપી શાસ્ત્રને વળગી, રહેનારને વિશ્વાસઘાત કર્યો છે. આપને કેાઈ સિદ્ધાંત નથી. આપની પ્રતિષ્ઠા સચવાતી હોય તે ગમે તે અને ગમે તેવી રીતે કરી શકે છે, તે ઉપરની વાતોથી સિદ્ધ થાય છે. અને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે જે કઈ સિદ્ધાંતપ્રેમી આપના ભરશે કામ કરશે તે તેના જીવનની મોટામાં મોટી ભૂલ હશે અને તેની કિંમત ઘણી ચુકવવી પડશે. સિદ્ધાંતની વાત કરનાર સિદ્ધાંત વિહોણું જીવન જીવે તેની ગતિ શી થાય તે શાસ્ત્રદષ્ટિએ ગીતાર્થ ભગવતે નક્કી કરી શકે.
શાસ્ત્રની અને સિદ્ધાંતની વાત સમજાવી એકતે મોક્ષની આરાધના માટે ધર્મસ્થાને ઊભા કરવા જોઈએ, તે ઉપદેશ આપેલ. આપના વિશ્વાસે પુન્યશાળીઓએ લાખ રૂપીયા ખચ ધર્મને ટકાવવા માટે સ્થાને ઊભા
, વિભાગ પહેલે / ૧૫ "