________________
પરિણામ છે. આપે તીવ્ર કર્મના ઉદયે શાસનને નુકશાન કર્યું છે તેથી અનેકગણું, આપને સત્ય માર્ગદર્શન નહીં આપતા, ફક્ત આપની મહેરબાની મેળવવા ખાતર તેવા પડખીયાઓએ કર્યું છે. કેટલા અધમ અને સ્વાથી કે ઉપકારીઓના આત્મિકઘાતમાં સહાય કરી. આપના સેવકે સમજણવાળા હોવા છતાં સ્વાર્થના કારણે પ્રામાણિક ન રહા, તેથી સાધુતાની પવિત્રતાની કતલ થઈ રહી છે. આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે, શાસ્ત્રના બહાના નીચે, પ્રતિષ્ઠા ઘણી વધી છે પણ તે પ્રતિષ્ઠા કર્મસત્તા પાસે ઉપગમાં આવશે નહીં. આપનું કિંમતી સાહિત્ય તથા અનુષ્ઠાનના અહેવાલે બહાર પડે છે તેને શ્રીસંઘમાં લાભદાયી અને અનુદના કરવા જેવું બનાવવું હશે તે હજુ આપે સ્થિરવાસ થઈ, આત્મિકકલ્યાણ માટે સુંદર આરાધના કરી, સાધુતાની પવિત્રતાને દીપાવી; આપના આશરે આવેલાનું પણ કલ્યાણ થાય તે માટે, ભગવાનની આજ્ઞાને નજર સમક્ષ રાખી આપ પ્રયત્નો કરશો તે જ આપના સાહિત્ય ઉપર વિશ્વાસ પેદા થશે.
આપને દર્દભરી રીતે એક જ વિનંતી કરું છું કે પૂ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયની પ્રતિષ્ઠા ખાતર, શાસનના હિત ખાતર, આપના આત્મિકકલ્યાણ ખાતર, અને પૂ. સાધુ-સાધ્વીજીના જીવન ખાતર અને આરાધકેના આત્મહિત ખાતર ભગવાનની આજ્ઞાને વફાદાર રહી શ્રીસંઘનું રુણ અદા કરાવશે; તેમાં દરેકનું કલ્યાણ સમાયેલું છે. તેથી શાસનપ્રેમીઓને ખૂબ આનંદ થશે સાથે જન શાસનને જય જયકાર થશે. જૈન શાસનના મહાપુરુષ પૂ. આચાર્ય ભગવંત સિદ્ધસેનદિવાકરજી જેવા પ્રતાપી પુરુષ પાલખીમાં બેસતા તે વાત તેઓશ્રીના ગુરુજીને ખેંચી અને તેમને ભૂલ સમજાવી. આજે કેટલે ભયંકર કાળ છે કે શાસનપ્રભાવનાના નામે શાસ્ત્રની દૃષ્ટિએ ઘણું ભયંકર ભૂલો કરવા છતાં, આપની આત્મિક ચિંતા કરનાર, પાપથી પાછા વાળવા કેઈ પ્રયત્ન કરતું નથી, તે આપને અશુભ ઉદય જ કામ કરે છે. લોકો આપના કાર્ચની પાછળથી જ ટીકા કરી વાત કરે છે. મારે સત્ય હકીકત સીધી કહીને ફરજ બજાવવી છે. તે ફરજ હું ન બજાવું તે વિશ્વાસઘાતી ગણાઉં. જેઓ ભગવાનના શાસનને પામેલા હોવા છતાં, સત્વહીન બની, આપને સત્ય હકીકત કહી હિત ઈચ્છતા નથી તે આપને, શાસનને
-
૪૪ / વિભાગ પહેલે