________________
દેશમાં પાકવા માંડયા. પિતે અસદાચારી હોવા છતાં સદાચારી બનાવવાની ખાએશ રાખનારાથી આપે ઘણું દુખ વ્યક્ત કર્યું છે. તેમ જ મેટે ભાગે ધૂત લાકે આગેવાન હોય અને મૂખ લોકે તાલીઓથી વધાવે ત્યારે આર્યદેશના માનવી ક્યાં માર્ગે જઈ રહ્યા છે તેની ચિતા ખૂબ થઈ રહી છે, તેમ આપે કહેલ છે. તે ચિંતા કહેવા પુરતી ન હોત અને હૃદયની હોત તે આપે આપના જીવનની તથા આપના આશરે આવેલા સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાની ચિંતા કરી આંસુ સાર્યા હોત, અને તેના માટે શક્તિને ઉપગ કર્યો હોત તે આજે શ્રી જૈન સંઘનું ભાવિ ઘણું ઉજળું હોત. પરંતુ આપને કર્મસત્તાએ જાતપ્રભાવના સિવાય શાસનનું રૂણ અદા કરવા માટેના સદ્દવિચાર આવવા દીધા જ નહીં, તેમ આપની કાર્યવાહી ઉપરથી સ્પષ્ટ દેખાય છે. તેથી આજે મારા જીવનના ભોગે આંસુ સારી રહ્યો છું કે સાધુપણું નહીં હોવા છતાં સાધુપણાના વેંશથી ધર્મના નામે જૈન સંઘ લૂંટાઈ રહ્યો છે, ને શાસનની અપભ્રાજવાના નામે સાધુતાના પ્રેમી સાત્વિક ભાઈઓ તથા સાધુભગવતે મૌન બેસી રહ્યા છે અને સાધુતાની પવિત્રતાને બચાવવા પ્રયત્ન નથી કરતાં. તેથી સંઘની દુર્દશા વધતી જવાની છે અને ધર્મના ભાવપ્રાણના નાશ થઈ જવાના છે. છત મેં ધર્મબુદ્ધિથી આપેલે ભોગ કદી નિષ્ફળ જવાને નથી અને મને એકાંતે લાભ જ થવાને છે.
આપની છેલ્લી અવસ્થામાં શ્રી સિદ્ધગીરીજીની છાયામાં ચાતુર્માસ નકકી છે. આપે ઘણી વખત કહેલ છે કે તીર્થસ્થાને બગડતા જાય છે તેથી સાધુ-સાધ્વીજીની શિથિલતા આચારપાલન માટે વધતી જાય છે. પણ પૂ. સાધુ-સાધ્વીજીની રક્ષા માટે જે કાળજી રાખવી જોઈએ તે આપે હજુ સુધી રાખી નથી. સાધુતાની નિંદા થાય ત્યારે મૌનપણે સાંભળી લીધેલ છે અને ઉપેક્ષા કરી છે. આ વખતે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે નવ વાડેનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન સારી રીતે કરી ભગવાનની આજ્ઞાને સ્વીકારે તે માટે પ્રયત્ન કરશે તો જ આપ ચાતુર્માસ માટે પધારે છે તે સફળ થશે, નહીંતર શાસનની ફજેતીને કેઈ પાર રહેશે નહીં.
આપની પ્રવૃત્તિ સાધુતાના નાશ માટે થઈ તેથી મને ઘણું દુઃખ થયું છે. છતાં આપના પ્રત્યે કદી દુર્ભાવ થયે નથી, કર્મની વિચિત્રતાને પર ! વિભાગ પહેલે
ના જવાનોને બચાવવા ભગવાનના મા ના