________________
છતાં જૈન સંધ આજે નીચી મૂંડીએ આપની વાણી અને વર્તનના અંતરને તમાસો જોયા કરે છે આપને લખેલ પત્રે શ્રીસંધ પાસે મુકી ન્યાય માગીશ
ખ્યાલ આવ્યો. આપના કાર્યથી જે કુકશાન થયું છે તેથી આપની આત્મિક ચિંતા કરવાની મારી ફરજ હોવાથી જે પ્રવૃત્તિ કરી તેની નિંદા, ઈષ શાસનની અપભ્રાજના કહીને આપ સત્ય વસ્તુને મારી નાખવા પાપ પ્રવૃત્તિને ડંખ ન હોય તે મુજબ આપના દષ્ટિરાગથી પ્રચાર કરી શાસનને ભયંકર અપરાધ કરી રહ્યા છે. છતાં મારી ફરજ સાધુતાની પવિત્રતા કેમ વધે અને શાસનની પ્રતિષ્ઠા વધે તે માટે આપ ભૂતકાળ ભૂલી જઈ હજુ બાજી હાથમાં છે તે કહી રૂણ અદા કરવા વિનંતી કરી. તેને દુરપાગ કરેલ છે તેથી આપના હાથથી અત્યાર સુધી શાસ્ત્રના સિદ્ધાંતના ભોગે જે કાર્યો થયા તે હકીકતે તથા આપને લખેલ પત્રો શ્રીસંઘ પાસે મુકી ન્યાય માગીશ. મારી વાત છેટી હશે તો જે શિક્ષા કરશે તે સહન કરીશ ને જાહેરમાં માફી માગીશ. તેમજ આપે અસંચમના રાગે શાસનને નિંદીત અને મેલું કેટલું કર્યું, સિદ્ધાંતના નામે સંઘની શું સ્થિતિ કરી તેના ઉપર શ્રીસંઘ વિચાર કરે તેવી વિનંતી કરીશ. મારી ફરજ આપના
ઉપકારના કારણે વિનંતી કરવાની હોવાથી ખૂબ વિનંતી કરેલ. પણ સત્ય = વાત ઉપર કદીગ્રહથી સારા વિચાર કરી શકતા નથી તે ઘણું જ દુખદાયી = છે. ભાવિભાવ. મને શાંતિ ત્યારે જ થશે કે આપના હાથથી જ - સાધુતાની પવિત્રતા દિનપ્રતિદિન વધે અને શાસનને જય જયકાર થાય, . એવી ભાવના ભાવું છું.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિભાગ પહેલો / ૫૩