________________
ધ્રાંગધ્રા તા. ૨૬-૫-૨
પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ.આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી હારીજ.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
આપને અત્યાર સુધીમાં આઠ પત્રો લખ્યા છે. તે માટે કહેવામાં આવે છે કે પત્રોને ટેપલામાં ફેંકી દેવામાં આવે છે. પત્રની કઈ કિમત નથી. સિદ્ધાંત અને શાસનરક્ષકનું બિરુદ ધરાવનાર પાસેથી સંયમરક્ષાની પ્રવૃત્તિની કિમત ન અંકાવવાની વાત સાંભળીને ખૂબ જ આઘાત થાય છે કે આપની મનોદશા કેવી થઈ ગઈ છે.
ભગવાનના શાસન માટે સર્વસ્વને ભેગ આપવો પડે તે આપીને શાસનસેવા કરવા માટેની મને પ્રેરણું આપનારા એવા આપ સાધુની સંયમરક્ષાની વાત–જે શાસનના હિતની તથા શ્રીસંઘના કલ્યાણની ગણાય તેવી કિમતી વાત–ભગવાનના સાધુઓ આજ્ઞાને વફાદાર રહેવા માટે પ્રતિજ્ઞા લેનારા પાસેથી શાસનના હિત ખાતર આજ્ઞાનું પાલન કરાવવા માટે આપ તૈયાર નથી, ત્યારે અને કેઈ પાર નથી. શું આપને ત્યાં બે નંબરને કાળા ધર્મ ચાલતું હતું તે કઈ સમજી , શક્યું નહીં?
- સાધુની પવિત્રતા માટે અને ભગવાનના માર્ગનું રક્ષણ કરવા માટે હું પ્રવૃત્તિ કરું તેની કિંમત આપને ન હોય તે શાસ્ત્રદષ્ટિએ પાપને ભય ન હોય, સંયમને ખપ ન હોય અને પરાકને ડર ચાલ્યો ગયે હોય તે વાત સત્ય છે કે કેમ તે આપને વિચારવાનું છે. *
શાસનની ફજેતી થતી હોય, અસંયમ ફેલ્યો કુલતે હોય, શ્રીસંઘ ધર્મના નામે લૂંટાતું હોય અને ભગવાનના મંગને નાશ થતો હોય તેવે વખતે, તેમજ શાસ્ત્ર અને સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય કરી શાસનને નુકશાન કરતા હોય ત્યારે, સર્વસ્વને ભેગ આપવાની આપ પ્રેરણા આપતા અને તેમાં આત્મિક લાભે કેવા હોય છે તે સમજાવતા. તેથી શાસનના રાગથી શક્તિ મુજબ પ્રવૃત્તિ કરી છે.
૫૪ | વિભાગ પહેલે