________________
શાસન સુસાધુ સિવાય તેમજ સાધુઓની પવિત્રતા સિવાય કે નહીં અને ભગવાનની આજ્ઞાને નહીં માનનાર સુસાધુ નથી–આવી વાત આપે . ઘણું સમજાવી. તે સમજણથી સાધુતાની પવિત્રતા ટકાવવા માટે વિનંતી કરું ત્યારે તેને આપે વિચાર ન કર્યો, તેથી ગચ્છાધિપતિ તરીકેની આપની ફરજ ઘણું ચુકી ગયા છે કે કેમ તે આપ પ્રમાણિકપણે વિચારશોજી.
અત્યાર સુધી શાસ્ત્ર અને સિદ્ધાંત તથા સાધુઓના સંયમની વાતે તેમજ ભગવાનની આજ્ઞાની વાતે બીજાઓને હલકા દેખાડવા કરી. આપની પાસે સાચી સાધુતા છે તેવું લેકેને ઠસાવવા કરી કે, જેથી આપની પાસે ગમે તેવા આજ્ઞાભંગના પાપે થાય તે પણ ભક્ત બચાવ કરે તેવી ભૂમિકા તૈયાર કરવા માટે હતી કે, શાસનના ખરેખર રાગથી કરી હતી તે આપને અંતરાત્મા જાણે છે.
સદ્ધાંતિક દૃષ્ટિએ શાસનની ચિંતા પ્રમાણિકપણે કરી હોય તે મારી શુભ ભાવનાને મારી નાખશે નહીં. મને છઠ્ઠને પારણે એકાસણું કરીને છઠું કર્યાને અગિયાર માસ થવા આવશે, તેની સાથે જપ કરું છું. તેમાં એક જ ભાવના છે કે શાસનદેવ ધર્મના કાર્ય કરવાની શક્તિ આપે તેમજ આપની છેલ્લી અવસ્થામાં બગડેલ બાજી સુધારવાની સ૬બુદ્ધિ પેદા થાય, તેવા સંકલ્પથી પ્રયત્ન કરી રહ્યો છું. તેને આપ પ્રમાણિકપણે વિચારશે, તેમાં જ સકલ સંઘનું કલ્યાણ છે.
આપને ધર્મ પમાડવા મહાન ઉપકાર છે તેથી સુધર્મની સાચી સમજણ શકિત મુજબ મળી છે, તેમાં આપને જ ફળે છે. એટલે ઉપકારી પ્રત્યે ફરજ બજાવવા માટે વિનંતીપૂર્વક કહું છું કે આપનું આયુષ્ય લંબાણું છે તો તેનો લાભ લઈ શાસનમાં ચારિત્રની સુવાસ મુક્તા જાવ અને વડીલોની પ્રતિષ્ઠા વધારી શાસનનું ઋણ અદા કરે. સાચી સાધુતા ટકાવવા માટે જ્ઞાનીઓ ભારપૂર્વક કહે છે કે નવ વાડેનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન જેટલું વધારેમાં વધારે થાય તેટલી સાધુતાની પવિત્રતા વધવાની. આમાં જેટલી ઢીલાશ તેટલે આજ્ઞાભંગને દોષ અને સાધુતાને નાશ થવાને માટે શાસન ખાતર, ભગવાનની આજ્ઞા ખાતર અને આપના આત્મિક કલ્યાણ ખાતર તેમજ સંઘના ઉપકારની ખાતર સાધુઓની પવિત્રતા દિન-પ્રતિદિન વધે અને
વિભાગ પહેલે ! ૫૫