________________
આપ સમજાવતા, તે આપે બેલવા પૂરતી આંકી, અમલમાં મુકવા માટે નહીં. તેનું કારણ આપ ગમે તે આજ્ઞાભંગનો ગુન કરે તે પણ, આપનામાંથી વિશ્વાસ ન ઊઠી જાય, અને સંઘમાં પ્રતિષ્ઠા જળવાઈ રહે તેવી બુદ્ધિથી ભદ્રિક લેકેને સમજાવ્યા છે, તે મહાન અન્યાય કરેલ છે.
હું આપના ધર્મરત્ન પ્રકરણના વ્યાખ્યાન વાંચું છું ત્યારે ભગવાનના માર્ગની શ્રદ્ધા પાકી થતી જાય છે અને આનંદ ખૂબ થાય છે. આપે આપના આત્મા માટે પ્રામાણિકપણે વિચાર કર્યો હોત તે શ્રીસંઘમાં ચોથા આરાના દર્શન થાત અને સાધુતાની પવિત્રતાની સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ હોત. અમે કમભાગી કે આવા સમર્થ મહાપુરુષની શક્તિ સંઘને મળવા છતાં કળિકાળના દર્શન થવા માંડ્યા છે.
હાય.
શાસનના હિત માટે આપની વાત જેને જેને કરી તે વાતને આપ આપના જ્ઞાન, શક્તિ અને ભદ્રિક શ્રીમંત લોકેાની તાકાત ઉપર છેષબુદ્ધિથી અસંતોષથી થાય છે તેમ કહી સમજાવી શકયા છે. તેનું પરિણામ એ આવ્યું કે સાચી વાત સાંભળવા જેટલી શક્તિ ખલાસ થઈ ગઈ. મહાપુરુષો સંયમના ખપી, શાસનના રાગી ને ગુણના પક્ષપાતી હોય, શાસનને સમર્પિત કે તેને જ મહાપુરુષ કહે છે. આપનું કેઈ પુન્યોદય જાગતું થઈ જાય ને છેલ્લે છેલે સાધુતાની પવિત્રતા ટકાવવાનો સુંદર વિચાર આવી જાય તો સકલ સંઘનું કલ્યાણ થઈ જાય. કદાચ કઈ તીવ્ર પાપના ઉદયે અસંયમને કાઢવા માટે સદબુદ્ધિ ન સૂઝે તે પણ હવે નવા ચીકણું કર્મ ન બંધાય તે માટે જાગૃતિ રાખવા સેવકની વિનંતી છે. મારી શુભ ભાવનાથી કરેલા તપ અને જાપસંયમના રાગી પ્રમાણિક મહાત્માઓને, ધમી આરાધક શ્રાવકેને તેમજ શ્રદ્ધાળુ શ્રીમંત શ્રાવકને સંયમરક્ષાના કાર્યમાં મદદ કરવા શાસનદેવ પ્રેરણા કરશે, તેવી મને પાકી શ્રદ્ધા છે. આપને ચારિત્રની કિંમત સમજાય તે શ્રીસંઘ ઘણા અનર્થોથી બચી જાય. એ જ વિનંતી.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે.
તીને પાવી જાય તો છેલ્લે સાધુતાન આપનું
૫૮ / વિભાગ પહેલો