________________
આપની વાણીને વિશ્વાસુ અનેક ભાઈ–બહેનેએ દીક્ષા લીધી તથા શ્રીસ છે અને તેમના કુટુંબીઓએ લાખે રૂપિયા ખર્ચા. જૈન શાસનની પ્રભાવના સાથે સાધુતાની પવિત્રતાથી શાસનને કેટલે લાભ થાય છે એ સમજાવતા ત્યારે સાંભળનારને ખરેખર લાગતું કે આવા સમર્થ પુરુષ વગર ભગવાનને માર્ગ કેણુ ટકાવી શકત. આપે આપના
જ્ઞાન અને શક્તિના જોરથી બાલદીક્ષાને ધધ વર્ષ. સાધુપણુના [, આમિકસુખ આગળ ચક્રવર્તિના સુખની કઈ કિંમત નથી, આવી સાધુતા
ની મહત્તા સમજાવી. તેથી અનેક બાળ, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધોએ આપનામાં વિશ્વાસ મુકી, ઉત્તમ પ્રકારના આત્મિક સુખ ભોગવવા માટે, દીક્ષા લીધી. હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે તેવું આપનામાં હેય નહીં તેમ માની, આપનામાં વિશ્વાસ રાખી, આપની નિશ્રાએ આવ્યા. આપની નિશ્રાએ આવ્યા પછી કેટલા ઘરે ગયા, કેટલા સંયમથી ભ્રષ્ટ થયા, કેટલા વિષય કષાયથી રીબાઈ રહ્યા છે અને કેટલા સાધુતાની ખુમારી ગુમાવી સત્વહીન બની આરાધના માટે ઢીલા થઈ ગયા છે. સંસારને નાશ કરવાની અને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખનાવાળાઓનો સંસાર વધી રહ્યો છે તેવી સ્થિતિ નજરે જોવાય છે. તેમાં કોઈ પુરાવાની જરૂર નથી. થેડા મહાત્માઓ સારા રહ્યા છે તે આપની કાળજીથી નહીં પણ એમની ખાનદાની અને પૂર્વની આરાધનાથી. આપે તે ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકી અસંયમ વધે તે માટે સાધુના પ્રાણ સમાન નવ વાડેનો નાશ અને અષ્ટ પ્રવચન માતાને મારી નાખવાની પૂરી સગવડ કરી આપી છે, તે કદી છૂપાય તેમ નથી. ગુરુની નિશ્રાએ આવેલાની કાળજી ગુરુ ન રાખે અને અસંયમી પાકે અને તેને સંસાર વધી જાય, તેને આપે જે કડક શબ્દોમાં કીધું છે તે આપ યાદ ' કરશે શું આપના શબ્દોની પણ આપને કિમત નથી ?
તિથિ અંગે આપે જ્ઞાનમંદિરમાં કહેલ કે ભગવાનની આજ્ઞાને મારી નાખવા માટે જીવવું તેના કરતા ઝેર ખાઈને મરી જવું તે વધારે સારું. તિથિ માટે આજ્ઞાની આટલી મહત્તા જ્યારે સાધુઓના ભાવપ્રાણુ સંયમની પવિત્રતા સાચવવા માટે કરેલી ભગવાનની આજ્ઞાને સાચવવા માટે તેની કઈ કિંમત આંકી નથી, તે ઘણું જ શરમજનક છે અને આ ઉપજાવે તેવું છે. મહાપુરુષેએ ચારિત્રની કિંમત જે આંકી છે તે
,
વિભાગ પહેલો / ૫૭