________________
આજ્ઞા વિરૂદ્ધનું કાર્ય ન કરી હવે શાસનને નુકશાન ન થાય તે માટે સેવકની નમ્ર વિનંતી છે. આપ શાસ્ત્ર મુજબની આચારપાલનની વ્યવસ્થા કરે કે જેથી સાધુતાની પવિત્રતા ખીલી ઉઠે. આવી સ્થિતિ જેવા સેવકની તીવ્ર ઈચ્છા છે.
આવી . તે નહીં એ
મારા આ કિપેઢા થઈ
આપનું સાહિત્ય વાચું છું ત્યારે મને ખૂબ આનંદ થવા સાથે શાસનના હાર્દને સમજવાની તેમજ જ્ઞાનીની આજ્ઞા શું છે તે સમજવાની સાચી સમજણ આવી ને તેથી સેવા કરવાના ભાવ પેદા થાય છે. આવી દેશના આપનાર આ કાળમાં ન હોત તે લાયક છે સાચો ધર્મ પામી શત નહીં. આપની દેશના મને પૂરેપૂરી લાભદાયી બની છે. તેથી જ શાસનને માટે, મારા આત્મકલ્યાણ માટે તેમજ આપના આત્મકલ્યાણ માટે ભેગ આપવાની શક્તિ પેદા થઈ છે. પરંતુ દુઃખની વાત એ છે કે સુંદર દેશના અમલમાં મુકવા માટે કર્મસત્તાએ આપને સદબુદ્ધિ આપી નહીં. તેથી અઘટીત ઘણું બની ગયું છે, બનતું રહે છે, ને તેથી આઘાતને કઈ પાર નથી. આપ કહો છો કે વ્યાયાન અમારા કલ્યાણ માટે આપીએ છીએ; અને શાસ્ત્રો વાંચીએ છીએ ત્યારે અમારે અમારી જાત સામે જોવાનું, તેમ કહેવા છતાં કદી આપની જાત ઉપર વિચાર કર્યો હોય તેવું આપના કાર્યથી દેખાતું નથી. છતાં જૈન સંઘ આજે નીચી મૂંડીએ આપની વાણું અને વર્તનના અંતરને તમાસે જોયા કરે છે. સદાચાર ટકાવવામાટે નવ વાડેનું પાલન તથા સાધુતા ટકાવવા માટે અષ્ટપ્રવચન માતા, નું જતન કરવા માટે જ્ઞાનીની આજ્ઞા હેવા છતાં, છડેચોક ભંગ કરી, અસંયમ પોષવા માટે, ધર્મના નામે જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે કેટલી ભયંકર છે અને સાધુતાને કેટલું નુકશાન કરનારી છે તે બુદ્ધિશાળી ધર્મના મર્મને સમજનારા જ સમજી શકે. સાધુવેશમાં હોવા છતાં, ભગવાનના મહાવ્રત લીધા છતાં સાધુતાની ફજેતી થઈ રહી છે, છતાં શ્રીસંઘના આગેવાને નીચી મૂંડીએ જોઈ રહ્યા છે. તેથી શાસનને રાગ શ્રીસંઘમાંથી કેટલે નષ્ટ થાય છે તે નજરે દેખાય છે. તેથી અસંયમીઓની બોલબાલા બેલાય છે અને શાસનનું અધઃપતન થતું જાય છે. આવું નજરે જેવાથી, ખરેખર ભગવાનને માર્ગ ગમ્યો હોય તે જ શાસન લૂંટાઈ રહ્યું હોય ત્યારે કદી લુંટાવા દે નહીં અને શક્તિ મુજબની પ્રવૃત્તિ કર્યા વિના રહે નહીં. હજું ભગવાનનું પ૦ | વિભાગ પહેલે