________________
અને સાધુતાના ભય કર દ્રોહ કરી રહ્યા છે. હજુ પણ તેઓને શાસન ખાતર સમુદ્ધિ સૂઝે અને આપને સ્થિરવાસ કરાવી કલ્યાણના માર્ગમાં સહાય કરશે તે પણ ઘણી ફરજ બજાવી ગણાશે.
‘સદેશ' પેપરમાં આપના ફોટા તેમજ આપની પાસે આપની પાટ નીચે કૂતરા બેઠા છે. તે પુન્ય આત્મા હશે કે આપની જિનવાણી સાંભળવા આવે છે તેમ પાછળ પાછળ આવે છે. પણ આપ તે શાસનના જાણકાર છે. સાધુઓએ સયમની વિરાધના કરી હોય કે શ્રાવકાએ ધર્મોની વિરાધના કરી હોય તા જ પુન્યઆત્માને કૂતરાના ભવમાં આવવુ પડે. દરેકને ચેતવવા માટે એ આપની પાછળ નથી આવતું કે આજ્ઞાની વિરાધનાથી કરેલ કૃત્યનું ફળ મને મલ્યુ છે. માટે દરેકે ચેતી જઈ ભગવાનની આજ્ઞામય જીવન જીવવાની સાચી સલાહ દેવા આપના પાછળ પાછળ એ આવે છે કે કેમ તે આપ વિચારશો.
આજે અઢાર મહિનાથી રાતદિવસ એક જ વિચાર-શાસનનાઆવે છે : આપશ્રીએ જે શુદ્ધ ધર્મ સમજાવ્યુંા તેથી વિપરીત ધર્મ થઈ રહ્યો છે. તેથી ધર્મના નામે શું શું ચાલે છે તે વિચારતા લાગે છે કે શાસન ધણીધારી વગરનુ છે. તેથી શાસનને મેાડીખામણીનું ખેતર હોય તેમ લૂટી રહ્યા છે. આ સ્થિતિ નહીં અટકે તા ભવિષ્યમાં શુ થશે તે કલ્પી શકાતું નથી. આ સ્થિતિની પુરતી જવાબદારી આપની છે કારણ કે ગચ્છાધિપતિ આપ છે.
ડીસામાં ભગવાનના દીક્ષા કલ્યાણક વખતે ચારિત્રના ઉપકરણા પાત્રા આદિ ફુટી ગયા અને ઘણા ભાંગીને ભુકકો થઈ ગયા. છતાં તેના ઉપર આપે વિચાર કર્યાં હાત તા, શાસનદેવ ચેતવે છે કે લાખા રૂપીયા લેાકો પાસે ખર્ચાવી આનંદ માના છે પણ સાચી સાધુતાના આ રીતે ભાંગીને ભુક્કો થઈ નાશ થઈ રહ્યો છે. હજુ નહીં ચેતા તે તેનું પાપ લાગ્યા વિના રહેશે નહીં. આપનામાં આટલી ઉંમરે કાય કરવાની શક્તિ છે. માટે પૂ. બાપજી મહારાજના સમુદાય, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજના સમુદાય, પૂ. કનકસૂરીશ્વરજી મહારાજના સમુદાય, જેમાં પવિત્ર ચારિત્ર સમ્પન્ન આરાધક અને ત્યાગી મહાત્માએ છે, તેને અત્યારની પરિસ્થિતિથી ઘણુ* દુઃખ છે, તેએને શાસન ખાતર સાધુતાની પવિત્રતા
વિભાગ પહેલા / ૪૫