________________
તા. ૧-૪-૮૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટડી. લી, દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
આપને સાત પત્રો લખ્યા છે. તે ઉપર ધર્મબુદ્ધિથી વિચાર કરશે તે આત્માને અને શાસનને ઘણું લાભ થશે તેમ અંતકરણપૂર્વક માનું છું.
વિનંતી પૂર્વક જણાવું છું કે, મારા ઉપર ધર્મ પમાડવાને આપને મહાન ઉપકાર છે. તે ઉપકારનો બદલો વાળવા આપને સદબુદ્ધિ સુઝે તે માટે શ્રી શાસનદેવ પાસે પ્રાર્થના કરવા તપ–જાપથી આરાધના કરી રહ્યો છું. શરીર નબળું પડતું જાય છે પણ મનની તાકાત ઘણું વધતી જાય છે. ઉપકારીને ઉપકારનો બદલે વાળવાને તથા શાસનસેવા કરવાને લાભ મળે તેથી તપના પ્રભાવે ખૂબ જ આનંદ થાય છે.
આપે સાધુના ર૭ ગુણોનું વર્ણન તથા ઉપાધ્યાયજીના ૨૫ ગુણનું વર્ણન તથા આચાર્યના ૩૬ ગુણેનું વર્ણન કરી આવા ગુણવાળાની ઓળખાણ કરાવીને સાચી સાધુતાની કિંમત સમજાવી. આવા મહા ગુણવાળા અથવા ગુણે મેળવવાની ભાવનાવાળા ઉત્તમ પદને શોભાવી શકે, પણ તેમ કહેનારા આપના જ હાથથી, પવિત્રતાની કિમત નહીં હવાથી, અગ્ય અને અસંયમીઓને ઉત્તમ પદે બિરાજમાન કરેલ છે; અને હજી કરવાના વિચારમાં છે. શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞાને આપ વફાદાર રહી શક્યા નહીં. પ્રાણના ભેગે ભગવાનની આજ્ઞા માટે મરી ફીટવાની અને એકલા રહેવાની વાતો કરનારે અસંયમને ઢાંકવા અને જગતને રાજી રાખવા, ભગવાનની આજ્ઞાને ભંગ કરી, તેમજ શાસનની આજ્ઞાને વફાડાર પવિત્ર મહાપુરુષોની હરોળમાં મુકી પૂજને ભયંકર અપરાધ કરી તેઓશ્રીનું અપમાન કરેલ છે. તેથી શ્રી જૈન સંઘને વિશ્વાસઘાત કર્યો ગણાય કે કેમ તે શાસ્ત્રથી નક્કી કરવાનું છે. ધર્મના સ્થાનને અપવિત્ર બનાવનારાઓ, ભેળા અને અજ્ઞાન લોકેને ધર્મના નામે સમજાવી, જગતમાં ખ્યાતી મેળવવા પ્રયત્ન કરી જીવનને મહાન નુકશાન કરી રહ્યા છે. તેમનાથી તેમજ શ્રીમતે ધર્મના નામે જગતમાં પ્રતિષ્ઠા મેળવવા
=
D '=
&
P
વિભાગ પહેલે | ૪૭