________________
વળ્યા. પણ આપની નિશ્રા સ્વીકાર્યા પછી એકપણ બાલદીક્ષા ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવી આદર્શ સાધુતાને ન પામ્યા તેમજ યુવાન સાધુઓમાંથી ઘણું અસંયમના રાગી બન્યા. સાધુતાને કલકીત બનાવવા છતાં તેઓના જીવનની કોઈ કાળજી ન રાખતા, દિનપ્રતિદિન વધારે અસંયમી બને તે માટે, ધર્મના નામે પ્રસંગે જી તેઓના આત્માની ભયંકર દુર્દશા કરી છે. અને થોડા ચારિત્રસંપન્ન મહાત્માઓ પણ ગમે તેવા અકૃત્યો હોવા છતાં સત્વહીન બની શાંત બેસી રહ્યા તેનું પરિણામ જૈન શાસન માટે ઘણું જ ખરાબ આવેલ છે.
આપની દેશનાથી જેઓ ચારિત્ર લઈ પૂ. સાધુ-સાધ્વીજી બન્યા તે ભગવાનની આજ્ઞાને વફાદાર નહીં રહેતા આપને વફાદાર રહ્યા તેમજ ગૃહસ્થ શાસનને વફાદાર નહીં રહેતા આપના રાગી થયા.
આપની શાસ્ત્રની વાતે ખૂબ સાંભળવા છતાં આપના રાગી થયેલામાંથી થોડા પણ શાસનને વફાદાર હોત તો આપને ઘણું પાપથી બચાવી શક્યા હોત અને જૈન શાસનની સેવા કરી હોત. ધર્મના નામે લાખો રૂપીયા ખર્ચવા છતાં એકપણ વ્યક્તિ ભગવાનની આજ્ઞા મુજબ સત્યને પડખે ન રહી–અને સ્વાર્થી બની આપના રાગી બન્યા–તેથી શ્રીસંઘને ઘણું જ નુકશાન થયું છે, તે સત્ય હકીકત સ્વીકારવી જ પડશે.
પૂ. સાધુ-સાધ્વીજીની દીક્ષા પ્રસંગે તેમના વડીલે–સગાસંબંધીઓએ તથા શ્રીસંઘે અઢળક દ્રવ્ય ખર્ચા–જૈન શાસનમાં મહાન ત્યાગીવિરાગી બની આદર્શ સાધુતાનું જીવન જીવી સર્વ જીવોનું કલ્યાણ કરશે તેવા મનોરથી–આપની નિશ્રાએ મોકલ્યા. આપના ઉપર વિશ્વાસ રાખી જે આશાએ મેકલ્યા હતા, તેના ઉપર પાણી ફરી વળી રહ્યું છે. ઉપરથી શાસનમાં ફજેતી થાય તે રીતે સાધુજીવન જીવી રહ્યા છે. છતાં આપને જરાપણુ રંજ કે દુખ નથી. અને તેને બચાવ કરવાથી તેઓને આત્મિકથાત થઈ રહ્યો છે. તેથી ખાત્રી થાય છે કે આપને સંચમનેશાસ્ત્રને મુદ્દલ પ્રેમ નથી. આપની આજ્ઞામાં રહેલા ઘણું સાધુ-સાધ્વીજી મહારાજ ભગવાનની આજ્ઞાને માનનારા રહ્યા નહીં તે સત્ય હકીકત છે, તેના પુરાવાની જરૂર નથી. પ્રત્યક્ષ આખ ખુલી રાખે દેખાય છે. આપે તેઓશ્રીના જીવનની કાળજી ન રાખી તેની ચુકતે જવાબદારી આપશ્રીની
વિભાગ પહેલે / ૩૯