________________
ધ્રાંગધ્રા, તા. ૨૩-૧-૮૨
પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, અમદાવાદ.
લી. દીપચ`દ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી.
વિ. વિ. આપને અગાઉ પાંચ પત્ર લખ્યા તે ઉપરથી મને વિશ્વાસ હતા કે આપ મારી સત્ય વાત ધ્યાનમાં લઈ, સ્થિરવાસ કરી, આત્મસાધના કરી, છેલ્લુ' જીવન આરાધનામય કરી સદ્ગતિને સાધશે; પણ અત્યાર સુધી મમતા અને કઠ્ઠાગ્રહથી જે કાર્યો કર્યાં હોય, તેને પાપાનુબંધી પુન્યના પ્રભાવે પૂરેપૂરી સફળતા મળી હોય, તેઓશ્રી કાઈની સત્ય વાત સ્વીકારે તેવી આશા રાખી, તે મારી મૂર્ખાઇ હોવા છતાં, મેં સાહસ કરીને આપને વિનતી કરેલ હતી. હજુ વિચારવાની તક છે.
આપશ્રીએ દેશનામાં કહેલ છે કે દીક્ષા આપ્યા પછી તેના આત્માની ગુરુ ચિંતા ન કરે, કાળજી ન રાખે અને આત્માનુ પતન થાય તેવું જીવન જીવવા છતાં તેને ચલાવે રાખે તે કસાઈ કરતાં ભુડા છે. તેમજ આપે શાસ્રર્દષ્ટિએ સાધુના આચાય, સૌંચમી જીવન વિષે ઘણું કહેલ છે, તે આપના માટે નહીં ખીજાઓ માટે આપે તેના અમલ કર્યાં હોત તા આજે શ્રીસ'ઘમાં ચાથા આરા હોત. શ્રીસ ઘના કમનશીબે શક્તિ સપન્ન આત્માને કમે પાડ્યા અને તેથી દેશના મુજબ અમલ કરી શક્યા નહીં. સત્તાને આપ તદ્ન ભુલી ગયા જેથી શાસનને વફાદાર ન રહેતા પાપા કરવાના ડર ચાલ્યા ગયા. આપને પાપ પુન્યમાં વિશ્વાસ હોત તેા શાસ્ત્ર મુજબની અમાદ દેશના આપનાર તેથી વિરુદ્ધનુ જીવન જીવી જગતમાં આટલા વર્ષો સુધી સારી રીતે પાપાને ઢાંકી વિચરી શકે નહીં અને મહાપુરુષ તરીકે કદી કહેવરાવે નહીં.
આપે સર્વ વિરતીના ધેાધમાર વરસાદ વરસાવ્યા અને માલદીક્ષા માટે ઝંડા ફરકાવ્યા. તેથી અનેક પુન્યવાન આત્માએ સયમને માગે
૩૮ / વિભાગ પહેલે