________________
સરલતા પૂર્વક, છેલ્લી જિદગી, કરેલા પાપને પશ્ચાતાપ કરી, જીવનને ધન્ય બનાવવા, એકાંતમાં ખૂબ સુંદર આરાધના કરી સદગતીને પેદા કરે. જ્ઞાની શ્વાસે શ્વાસમાં મહા ભયંકર પાપનો નાશ કરે છે. તેથી આપ શક્તિને ઉપગ કરી, આપની નિશ્રાએ આવેલા ઘણું સાધુએનિા જીવન કલકીત બન્યા છે તેમનું પણ કલ્યાણ કરી, શુભ ભાવમાં જીવન પૂરુ કરે. પ્રતિષ્ઠાને ભય મુકી સરલતા આવે છે, જ્ઞાન અને શક્તિના જોરે, થડાક ટાઈમમાં ઘણા કર્મો ખપાવી જીવનને ધન્ય બનાવે, તેવું જોવાની સેવકની તીવ્ર ઈચ્છા છે. મારી ભાવના સફળ કરવી કે કેમ તે આપના હાથની વાત છે. હું આશા રાખું છું કે આપ વિચાર કરી શાસનને નિંદાથી બચાવી શકશે. સંસાર કે સ્વાથ અને ભયંકર છે તે આપ વિચારશે. આપની પાસેથી ધર્મની શાસનસેવાની ઘણી વાત સાંભળી તેથી આપના ઘણા ભક્તો થયા પરંતુ ભગવાનના શાસનના સારા ભક્તો થયા નહીં. તેથી જ આપના આત્માની તથા શાસનની ચિંતા કરનાર થોડા જ મહાત્માઓ નીકળ્યા. જેમણે સત્ય વાત આપને કરી તે જ આપના હિતચિંતક છે, બાકી તે સ્વાર્થી લેકે શત્રુના કામ કરનારા છે.
જેમ રાજ્યદરબારમાં “હાજી–હા કરનાર સ્વાથી લોકો હોય છે તેમને રાજ્યની કે રાજા–કેઈની પડી હતી નથી. તેમ આપની પાસે પાપો ઢાંકવા ખુશામત બેરે હાજી–હા કરનારા લોકેએ આપની આત્મિક કતલ કરી છે કે શાસનની મહાન કુસેવા કરી છે, અને અભિમાનપૂર્વક ધર્મના નામે સ્વાર્થ સાધી રહ્યા છે; આવા સાધુના ઘાત કરનાર જીવો હોય છે. તેથી કર્મથી પડેલા સારા આત્માઓને બચાવી લેનારાઓને ઘણું કષ્ટ સહન કરવા પડે છે. તેમાં દંભી– માયાવી જેને માટે હી છે. તેઓ બિચારા દયાપાત્ર છે. આનું નામ જ સંસાર છે.
પ્રામાણિકપણે મહાપુરુષોના જીવનચરિત્ર લખાય છે. તેમાં જ્યાં જ્યાં ભૂલો કરીને ભૂલેને એકરાર કર્યો, તેવી જ રીતે, આપના જીવનચરિત્રમાં જ્યાં જ્યાં ભૂલ થઈ છે, તે એકરાર કરી આપનું જીવનચરિત્ર લખાય. ધર્મના મોટા અનુષ્ઠાનના મોટા અહેવાલો બહાર પડે છે
૩૬ / વિભાગ પહેલે