________________
શાંત બેસી રહ્યા તેનું પરિણામ ખરાબ આવેલ છે આપના રાગમાંથી થોડા પણ શાસનરાગી હોત તો
અધર્મને પણ ધમ સમજાવી દીધો તેનું પરિણામ છે છે. તેથી આપે તેમના વડીલને, શ્રીસંઘને અને શાસનને ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. તેમજ શ્રીમંત શ્રાવકભાઈઓએ ધર્મના અનુષ્ઠાને ચેજી સાધુઓની પવિત્રતા સાચવવા માટે કાળજી ન રાખી તેથી શાસનને નુકશાન ઘણું થયું છે. પણ તેમાં તેઓશ્રીને દેષ નથી પણ આપે અધર્મને પણ ધર્મ સમજાવી દીધો તેનું પરિણામ છે.
શ્રી શંખેશ્વરજી તીર્થ યાત્રાને સંઘ શ્રી વિનોદભાઈ વિધિપૂર્વક કાઢવાના છે. તેમની ભાવના સફળ કરવા માટે વીસપચીસ સાધુ- સાધ્વીજી મહારાજને મેકલે, જે ભગવાનની આજ્ઞા મુજબ નવ વાડેનું પાલન તથા અષ્ટ પ્રવચન માતાનું જતન કરે. તેથી જ સંઘની મહાન પવિત્રતા * વધી જાય. સં યમયાત્રાને મારી નાંખી તીર્થયાત્રામાં જનારા કદી શાસનપ્રભાવના કરી શકવાના નથી. અજ્ઞાન માણસે વાહવાહ કરે પણ જ્ઞાનીની દષ્ટિએ શાસનની અને સાધુતાની ફજેતી છે.
અત્યાર સુધી જે હકીકતે બની છે તેને બચાવ નહીં કરતા જે પાપો બાંધ્યા છે તેને ઢાંકવાને બદલે નાશ કરવા તેમજ નવા પાપ ન બંધાય તે માટે સ્થિરવાસ કરી આપની આજ્ઞામાં રહેલ પૂ. સાધુ-સાવીજી મહારાજને નવ વાડેનું પાલન તથા અષ્ટપ્રવચન માતાનું જતન કરે તેવી આજ્ઞા કરશો તે છેલ્લે શાસનને વફાદાર રહી પ્રભુઆજ્ઞાને જીવંત રાખી ગણાશે. તેમાં જ શાસનનું મહાન કલ્યાણ છે. શાસનદેવ આપને સદબુદ્ધિ આપે તેમજ આપને આત્મિકઘાત કરનાર સ્વાર્થીઓને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું. સાધુતાની જેટલી પવિત્રતા વધશે તેમાં જ સંઘનું મહાન કલ્યાણ છે. એ જ વિનંતી.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના
સ્વીકારશોજી.
૪૦ | વિભાગ પહેલે