________________
દેવદ્રવ્ય પ્રત્યે રાગ સાચવવા નહીં પરંતુ પ્રતિષ્ઠા..... લાખ રૂપીયા ખર્ચાવી શક્યા, પરંતુ સંચમની અને શુદ્ધ આચારોની કદી પરવા કરી નથી. તેને જેમ જેમ વિચાર કરીએ છીએ ત્યારે આઘાતને કઈ પાર રહેતો નથી. સાધુતાની જે ફજેતી થઈ રહી છે તેને બચાવ કરવા શક્તિને ઉપચાગ જે કરે તેને કેવું પાપ બંધાય તે ગીતાર્થ ભગવતે નકકી કરશે.
સાધુઓના આહાર અને વિહાર આપની સાથે રહીને જે રીતે થયા છે તેથી ભગવાનને માર્ગ કદી ટકી શકે નહીં. કદાચ સહાયની જરૂર પડે તે ઓછામાં ઓછી જરૂરિયાત અને ઓછામાં ઓછો આરંભ સમારંભ થાય ને તેમાં પણ દુખને કેાઈ પાર ન હોય. આવી સ્થિતિ હોય તે જ સાધુપણું ટકે. પાપને ડર ચાલ્યા જાય ત્યારે જ ધર્મના નામે દરેક સગવડો ઊભી કરાવી, સંયમને દુષિત બનાવેલ છે. તેથી સંયમની કઈ કિંમત રહી નથી. છતાં જગતમાં આદર્શ સાધુતાની છાપ ઊભી કરી નિલેપતાને પ્રચાર કરવામાં અમારા જેવા મુર્ખને મેટે હિસે હતું, તે અમારે કબૂલ કર્યા વિના ચાલે તેમ નથી. તેવી જ રીતે સત્ય હકીક્તને એકરાર કરે તે જ સાધુતાનું સાચું લક્ષણ છે. છતાં પણ આપની બુદ્ધિથી અને શક્તિથી સંયમ વિરૂદ્ધની પ્રવૃત્તિને બચાવ કરશે અને હજુ પણ તેવી પ્રથા ચાલુ રાખશો તો તેનાથી કેવું પાપ બધાય તે સંયમના મહા રાગી મહાપુરુષે જ નક્કી કરી શકે.
શ્રી હસ્તગીરીજી તીર્થનું ટ્રસ્ટ શાસ્ત્ર વિરુદ્ધનું હેવાથી બીજુ ટ્રસ્ટ કરેલ છે. પરંતુ પ્રથમના ટ્રસ્ટની મીલક્ત સુધારેલા ટ્રસ્ટને ન સેપે ત્યાં સુધી દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ અટક્તા નથી. તે વાત આપને સત્ય લાગવાથી કહેલ કે જ્યાં સુધી શાસ્ત્ર મુજબ કાર્યવાહી નકકી ન થાય ત્યાં સુધી કોઈએ મદદ કરવી નહીં. અને જે કોઈ મદદ કરશે તે પાપના મહાન ભાગીદાર બનશે. તેવી જાહેરાત કરવાનું પણ કહેલ. તેથી જ શ્રીયુત કાંતિભાઈને દુઃખ થાય તેની પરવા કર્યા વગર, તેમની નારાજી વહોરીને, સિદ્ધાંતની રક્ષા ખાતર, આપના વિશ્વાસે પ્રયત્ન કરતાં તે આપને ખ્યાલમાં છે. છતાં બીજી બાજુ શ્રી કાંતિભાઈને સંતોષ આપવા, દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશને ડર રાખ્યા સિવાય, તેઓશ્રીને પૈસા ભેગા કરાવી આપવા માટે પ્રયતને કરતાં દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારને
વિભાગ પહેલે / ૧૩