________________
તા. ૨૮-૭-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, નવા ડીસા. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
આપ ને રજીસ્ટરથી ત્રણ પત્રો લખેલ છે, તે ઉપર વિચારશોજી.
ભગવાનના માર્ગને સાચવવા માટે, તિથિ આરાધના સાચી રીતે થાય તે માટે, ગમે તેવા ઉપસર્ગ આવે તે સહન કરવાની, છેવટ એકલા રહેવાની તૈયારીની વાત કરી. લોકોને આરાધનાની વાતે સમજાવી અને વિરાધનાથી કેટલે દોષ થાય તે સમજાવ્યું. તેથી સત્ય અને સિદ્ધાંતને પ્રેમ હતા તેઓએ આપની વાત સ્વીકારી, અને તેને માટે જેટલો ભોગ આપવો પડે તેટલે આપ્યો. માર્ગને સાચવવા તનતોડ પ્રયત્ન કર્યા. તેનું પરિણામ એ આવ્યું કે ગામેગામ સત્યના આગ્રહી થયા અને કુસંપના બીજ વવાયાં. છતાં તેની પરવા કરી નહીં. તેમાં કેટલું સહન કરવું પડયું છે તે સૌ જાણે છે. આપના વચન ઉપર વિશ્વાસ રાખી ધર્મ આરાધના સુંદર રીતે થાય તે માટે પ્રયત્ન કરતાં હતાં. પરંતુ આપના જીવનની જે લોકોને ખબર હતી તેઓ કહેતા હતા કે શાસ્ત્રની વાતે તેમની મલીનતા ઢાંકવા માટે છે, સિદ્ધાંત સાથે કઈ સંબંધ નથી. પરંતુ અમે તેવી વાત માનવા તૈયાર નહોતા. તેથી સ્થાને ઊભા કરવા અને સાચી આરાધના લેકો શાંતિથી કરે તે માટે ઘણું પ્રયત્નો કર્યા. પરંતુ આપે સત્ય સાચવવા અને એકલા રહેવા તથા પ્રસંગ આવે તો ગુરુને છોડવા પડે તે છોડી દેવાની વાતો કરનારની પાછળ મોટો વર્ગ હોવાથી એકલા રહેવાના નહોતા. છતાં આપે છે પૂનમની બે તેરસ સ્વીકારી. કારણ કે પીંડવાડાની વાટાઘાટેમાં જ્યારે આપના ટેબલ ઉપર અંગત જીવનના કાગળો મુકવામાં આવ્યા ત્યારે આપ લાચાર બની ગયાં. આપે તે જ વખતે ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાનો નિર્ણય કર્યો હોત તો આપના હાથથી સાચી આરાથના કદી મરી જાત નહીં. આપને સિદ્ધાંત કરતાં અસંયમને રાગ ઘણે હતો તે પૂજ્ય ગુરુદેવના ધ્યાનમાં આવવાથી તેઓને ઘણું જ દુખ હતું. તેઓશ્રીને લાગ્યું કે તિથિ સાચવવા અસંયમ ઘણું વધી જશે,
ર૪ | વિભાગ પહેલે