________________
મૌન રહેવું કે સહન કરવું તે બેમાં લાભ.. પણ ઘણે માગે છે. તે પહેલા વિચાર મુજબ મૌન રહેવું કે શાસન ખાતર જીવનમાં સહન કરવું, તે બેમાં લાભ શેમાં વધારે છે તે શાસનદેવ બુદ્ધિ સૂઝાડશે તે મુજબ, શક્તિ મુજબ, કેવા પ્રયત્ન કરવા તે વિચારીશ; માટે આપને હાલ પત્ર લખવાનું બંધ કરેલ છે.
આપને છેલ્લી જિંદગીમાં શાસ્ત્ર અને સંયમ માટે નક્કર કાર્ય કરવાની સદ્ભાવના જાગશે તે જ સકલ સંઘનું કલ્યાણ થશે અને ભગવાનને માર્ગ ટકી રહેશે. એ જ વિનતી.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
૩૦ | વિભાગ પહેલે