________________
મુકવામાં આવ્યા ત્યારે આપ લાચાર બની ગયા સાચવવા અને આપના વચનને સાચવવા આપે કહેલ તે મુજબ બેડ મુકાવી દેવું જોઈએ, તે જ પ્રતિષ્ઠા સચવાશે, અને સ્વદ્રવ્યથી દરેક પૂજા કરતાં થાય તે માટે શ્રી કાંતિભાઈઓ તથા શ્રી મનહરલાલે પ્રયત્નો કરવા જોઈએ, જેથી તેઓનું પણ કલ્યાણ થાય. તેઓને સદબુદ્ધિ સુઝશે - તો જ આ કાર્ય કરી શકશે. |
શાસ્ત્રને સાચવવા અને સંયમની રક્ષા માટે, મેં લખેલ તેથી વધારે, સારા ઉપાયે કરી આપશે તે મને ઘણે આનંદ થશે. પરંતુ મિથ્યાત્વના ઉદયે કાંઈ ન કરી શકે તે પ્રામાણિકતાની ખાતર, આપે
જ્યાં જ્યાં ટ્રસ્ટે થયા છે તેમાં, આપની શાસ્ત્રીય આજ્ઞા મુજબ વરતવાની કલમ છે તે રદ કરાવી દેવી જોઈએ અગર આપે સલાહ આપવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે આપ શાસ્ત્રને સમર્પિત રહ્યા નથી.
શાસ્ત્ર અને સંયમની રક્ષા માટે પરમ પૂ. આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રભુભક્તિ અને જાપથી સલાહ આપી. તપ વિના જાપ સારી રીતે થઈ શકે નહીં તેથી મારા આત્મકલ્યાણ માટે તેમજ શાસ્ત્ર અને સંયમની રક્ષા માટે અષાડ શુદિ ૧૪ શ્રી છઠ્ઠને પારણે એકાસણુ કરી છઠું કરવાનો નિર્ણય કરેલ છે. મારી શારીરિક શક્તિ પહોંચશે ત્યાં સુધી કરી શકે અને તેમાં જાપ અને તપ થઈ ગયા પછી, તેનું ફળ મેળવવા માટે, શાસનરક્ષા માટે જે જે ઉપાયો સૂઝશે તે કરીશ.
શાસનરક્ષાના લાભ આપે ઘણું સમજાવ્યા છે, તેથી ચિતા ઘણી થાય છે, તેમાં એક વિચાર એવો આવે છે કે ધર્મ કેઈની પાસે બળજબરીથી કરાવાતું નથી. ઘણું ભારેમી જ કેઈની સત્ય વાત સ્વીકારતા નથી અને તેમના જીવનમાં કોઈ ફેરફાર કરતાં નથી, ઉપરથી ષ વધારે છે તે શા માટે પ્રયત્નો કરવા ! બીજી તરફ એમ લાગે છે કે આવા જીવાથી શાસનને ઘણું નુકશાન થતું હોય તે અસંયમીઓના ફંદામાંથી બચવા માટે અને સંયમીઓની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઈએ, છતી શક્તિએ મૌન બેસી રહે તે પાપ બંધાય તે ધ્યાનમાં રાખીને કાર્ય કરીએ તો ઘણું કષ્ટ સહન કરવું પડે છે અને ભેગ
વિભાગ પહેલો | ૨૯