________________
તેમની ગતિ ન ગડે તે માટે સમ્વના ભાગ આપવા
કલકીત સુખ છે. આ સત્ય હકીકત આપના આત્માના હિતચિંતકે કરે ત્યારે, આપ તેને નિંદા, શાસનની ફજેતી અને મલીનતા થાય છે તેમ કહી, જગતની પાસે પાપા છૂપાવવા માટે પ્રયત્ના કરેા છે, તે જ આપનું મિથ્યાજ્ઞાન છે.
આપે ઘણી વખત કહેલ છે, કે ધર્મી મહાત્માએ પાપના ઉદયે પડે અથવા કાઈ નિંદીત કાર્ય જીવનમાં થયુ હોય તે તેમણે જાહેરમાં ભાગ લેવા નહીં અને એકાંતમાં બેસી પેાતાની સાધના કરે. જાહેરમાં કોઈપણ અનુષ્ઠાનામાં ભાગ લેવા જોઇએ નહીં, જેથી ધર્મની અને શાસનની નિદા થાય નહીં. આ વાત આપે તથા આપના ઘણા સાધુઓએ સ્વીકારી હોત તા આપના કાર્યથી અનેક ધર્માંઆત્મા દુ:ખ અનુભવે છે, તે કદી ખનત નહીં. આપે શાસ્ત્રને નજર સમક્ષ રાખીને વાત કરેલ છે કે જેઓ સાધુતાને કલંકીત કરવા છતાં સુસાધુતા તરીકે તથા વૈરાગી—ત્યાગી—તપસ્વી મહાત્માઓના દંભ કરી, સઘને છેતરતા હાય, તેઓની પક્ડમાંથી શક્તિસમ્પન્ન આત્માએ ન ખેંચાવે તે સઘના મહાન દ્રોહી છે. જેવા હાય તેવા કહેવામાં જરાય દોષ નથી કે નિંદ્યા નથી, તે વાત આપ માટે લાગુ પાડવી જોઇએ, તા જ સાચી પ્રામાણિકતા છે. જૈન શાસન મહાન પ્રામાણિક છે. ભગવાનના આત્માએ જ્યાં જ્યાં ભૂલેા કરી તેની, સાતમી નરકે ગયા ત્યાં સુધીની, શાસ્ત્રકાર ભગવ તાએ જાહેરાત કરી. ભગવાનના આત્મા સાતમી નરકે ગયાની વાતા લખવાથી ભગવાનના આત્માની નિંદા થશે તેવા કાઈએ કદી વિચાર કર્યા નથી. જૈન શાસનના શણગારરૂપ મહાત્માએ જે મહા તપસ્વી, ત્યાગી, વૈરાગી-નર્દિષણ મુનિ, અરણિક મુનિ, સ્નેહ ગુફાવાસી સુનિ—જેવા ઉત્કૃષ્ટ કાટીની આરાધના કરનારે પણ, જ્યારે કર્મને વશથી પડ્યા અને વેશ્યાને ઘેર રહ્યા પછી કાઈ દિવસ મહાત્મા કે મહાપુરુષ તરીકે કહેવડાવેલ નથી; અને પ્રામાણિકપણે વેશને છેડી દીધેલ છે; અને જ્યારે ભૂલ સમજાણી ત્યારે પ્રાયશ્ચિત્ત લઈ ઉચ્ચ કોટીની આરાધના કરી જીવનને ધન્ય બનાવેલ છે. આવા મહાન મહાત્માએ વેશ્યાને ઘરે ગયા તેવી તેમની હલકી વાતાને પણ શાસ્ત્રકાર ભગવંતાએ પ્રામાણિકપણે લખી છે. તેઓએ કાઇના પાપને છુપાવ્યું નથી. આવા પુન્યવાન ૩૨ / વિભાગ પહેલા