________________
તા. ૨૨-૯-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પવિત્ર સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. . વિ. વિ. સાથે જણાવવાનું કે શાસ્ત્રમાં ઘણું દષ્ટાંતે આવ્યા છે કે ગુરુનું કર્મના ઉદયે પતન થાય તે વખતે તેના ભક્તાએ તેમને પાપથી બચાવી તેમની ગતિ ન બગડે તે માટે, સર્વસ્વ ભેગ આપો પડે તે આપીને, તેમની સદગતિ થાય તે માટે દરેક શકય પ્રયત્નો કરવા જોઈએ. તેથી આપના ઉપકારને ધ્યાનમાં લઈ, તપ-જાપથી મારી પુન્ય પ્રકૃતિ વધારીને આપ મારી વિનંતી સ્વીકારે તેવા શુભ આશયથી, છઠ્ઠને પારણે એકાસણું કરી છઠું ચાલુ કરેલ છે. આજે તેવીસમે છઠ્ઠ છે. જાપ સુંદર રીતે થાય છે. તેથી શાસનના વિચાર આવ્યા કરે છે. શાસનદેવને એક જ પ્રાર્થના કરું છું કે આવા સમર્થ ગુરુને સદ્દબુદ્ધિ પેદા થાય તે શાસનને જય જયકાર થાય અને આપનું પણ મહાન કલ્યાણ થાય, તેથી મને અપૂર્વ આનંદ થાય.
જૈન શાસન પ્રામાણિક અને ગુણાનુરાગીનું શાસન છે. અસંયમીઓ માટે આ શાસનમાં કદી સ્થાન નથી. જૈન સંઘના સ્થંભ ગણાતા ગચ્છાધિપતિનું બિરુદ ધરાવનારા આવા ઊંચે સ્થાને કેવા હોય, જેમાં ચારિત્ર-ત્યાગ, સંચમને રાગ ને તયના અનેક ગુણની પરાકાષ્ટા હોય તે જ આજ સ્થાન ઉપર હોય. આપની વાણુના પ્રભાવથી અને આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે સાધુતાને કલંક લાગે તેવા આપના કાર્યો દેખાય છતાં દાન, તપ માટે લક્ષમીને ઉપયોગ કરી, શાસનપ્રભાવનાના નામે આપની પ્રતિષ્ઠા પૂબ વધી તેમ તેમ, આપ અને આપના ઘણું સાધુઓ સાધુતાની નિંદા પૂબ થાય તેમ કરતાં થયા. શીલ અને ભાવ જે શાસનના પ્રાણ છે તેની ઉપેક્ષા કરી, તેથી શાસનના રાગીઓને ઘણું દુઃખ થતું. આપને વિનંતી કરે તે, તેઓની પ્રતિષ્ઠા ઘટાડી, તેમને દાબી દેવાની આપની તાકાતના જોરે કઈ કાંઈ કરી શક્યું નહીં. તેથી દિનપ્રતિદિન પાપની પરંપરા વધતી ગઈ. આપે બાહ્યદષ્ટિએ જે મેળવ્યું છે તેના કરતાં અનેકગણું આત્મિકદષ્ટિએ ગુમાવ્યું છે; અને જીવનને
વિભાગ પહેલે / ૩૧