________________
આપના ટેબલ ઉપર અંગત જીવનના કાગળો કરી દેવી જોઈએ. દેવદ્રવ્યના સિદ્ધાંતને ભંગ કાયમ રહેશે તે તેની ચુકતે જવાબદારી આપની ગણશે અને તેનું ભયંકર પાપ કેવું બંધાય તે આપ શાસ્ત્રદષ્ટિએ સારી રીતે સમજે છે, અને આપે ઘણી વખત કહેલ છે. આપને શ્રી હસ્તગીરીજીના ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવવાને મેહ ન હોય તે જ આ ભયંકર પાપથી બચી શકશે. ટ્રસ્ટની મીત ચોકખી નહીં થાય તે શ્રી હસ્તગિરિજીને ઉદ્ધાર નહીં પરંતુ દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશનું પ્રતિક રહેશે અને તેને કાળે ઈતિહાસ લખાશે ને તેનું મહાન કલંક આપના ઉપર આવશે. આપનાથી સુધારી શકાવવાની શક્તિ ન હોય તે તુરત તેમાંથી ખસી જવાની જાહેરાત કરી દેવી જોઈએ. જેથી ઘણુ અનર્થોથી બચી જવાય.
કેસર–સુખડ બાબત આપે શાસ્ત્રષ્ટિએ પિતાનું જકે સર વાપરવું જોઈએ, ન વાપરે તો પાપ જ લાગે, તેવું પ્રતિપાદન ખુબ જોરથી કહેલ. ને તેથી શાસ્ત્રીય વાતને અમલ સારી રીતે થાય તે માટે પ્રયત્ન કર્યા. શ્રી કાંતિભાઈએ તથા શ્રી મનહરલાલે અંગત વેર વાળવા માટે ધર્મસ્થાનોને નુકશાન થશે, શાસ્ત્રીય વાતનો નાશ થશે, શ્રી સાધુઓની ફજેતી થશે અને આપના વચનની પણ કાંઈ કીમત રહેશે નહીં, તે કેઈની પરવા કરી નહીં. તેમના અશુભના ઉદયે ખટપટ કરી. તેમાં આપની પાસે “ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી તેમ લખાવ્યું.
આવા ધર્મને સમજેલાના હાથથી આવું અકૃત્ય થાય ત્યારે લાગે છે કે તેમને કમેં ભુલાવ્યા. તે માટે તેઓ બિચારા અને દયાપાત્ર છે; મિથ્યાત્વને ઉદય હોય તો જ ધર્મસ્થાનેને આ દ્રોહ થઈ શકે. પરંતુ આપે શ્રી કાંતિભાઈને સાચવવા માટે શાસ્ત્રને અને મારે વિશ્વાસભંગ થશે તેને પણ વિચાર કર્યો નહીં. શ્રી કાંતિભાઈને રાજી રાખવા માટે શાસ્ત્રને આદું મુક્યું તેમાં કેટલું ગુમાવ્યું તેને વિચાર આપે કરવાનું છે. આપે શ્રી કાંતિભાઈને કેમ રાજી રાખવા પડ્યા તે કારણે હું સારી રીતે જાણું છું, પણ મારે અત્યારે કાંઈ કહેવું નથી; આપ સારી રીતે જાણે છે. મહાન જૈનાચાર્યની ખ્યાતિ પામેલા તેઓ પોતે જ શાસ્ત્રની વાતને વળગી ન રહ્યા તે સત્ય હકીકત છે. હજુ શાસ્ત્રને
૨૮ | વિભાગ પહેલો