________________
શાસ્ત્રની વાતે તેમની મલીનતા ઢાંકવા માટે છે સાધુતા નષ્ટ થઈ જશે તે શાસન નાશ થશે–તેવી તેમની દીર્ઘદ્રષ્ટિથી તેઓને તિથિની આરાધના સાચી થાય તે તેમને ખૂબ આગ્રહ હોવા છતાં તેમને નુકશાન ઘણુ દેખાણું; એટલે તિથિની માન્યતા સચવાય તે માટે પટ્ટક કરી સંયમની રક્ષા માટે સંઘની ઐક્યતાની જરૂર લાગી, ને તેથી જ તિથિને આગ્રહ મુકી દીધે. તેમાં તેઓશ્રીને ચારિત્ર પ્રત્યે અખંડ પ્રેમ જ કારણભૂત હતું, તેમ આજની સ્થિતિ જોતાં લાગે છે. પૂ. ગુરુદેવે દીર્ઘદૃષ્ટિથી કરેલ કાર્ય સફળ ન થાય તે માટે હજુ આપના પ્રયત્ન ચાલુ છે. અસંયમના રાગે સિદ્ધાંત સચવાણે નહીં તે સત્ય હકીકત છે. તિથિની વાતે નામની રહી છે, સાચી આરાધના ખતમ થઈ ગઈ છે. છતાં સંઘની એક્યતા ન થાય તે માટે આપ પૂરેપૂરા સજાગ છે તેનું કારણ આપને મહાવ્રતે પાળવા માટે કેઈ ઉલ્લાસ નથી. આપના ઘણા સાધુઓને પણ મહાવતેની કિંમત નથી. છતાં જગતમાં મહાત્યાગી, મહાસંચમી તરીકેની ખ્યાતિ પામ્યા તેમાં આપની વાણુને પ્રભાવ ખરો, પરંતુ પાપાનુબંધી પુન્યના જોરે આપને સફળતા મળી છે.
સંચમને આધાર નિર્દોષ ગોચરી છે. તે માટે શાસ્ત્રદષ્ટિએ કહેલ કે સાધુ માટે આધાકમાં આહાર વિષ્ટ છે. આવું કહેનારા અને સાંભળનારા રજ વિના કારણે વિષ્ટાને ઉપયોગ કરે અને પૂરેપૂરી અનુકૂળતા ભેગવવા ગમે તેટલા પાપ લાગે તેને પણ ડર મુકી ભગવાનની આજ્ઞા ઉપર પગ મુકે તેનું કદી સાધુપણું ટકે નહીં, તેમ આપે શાસ્ત્રદષ્ટિએ કહેલ છે, છતાં આજ્ઞાને સાચવવા કદી પ્રયત્નો કર્યા નહીં.
આપને તથા આપના ઘણું સાધુઓને વિહાર ભગવાનની આજ્ઞા મુજબને નહોતો; તેથી સાધુતા શોભતી નહતી, જૈન શાસનની નિંદા થતી હતી અને ધર્મના નામે મહાને અધર્મ પસાતે હતે; છતાં ધર્મ સાચવવા માટે કદી પ્રયત્ન કર્યા નથી. આપની દેશના અને આપના જીવન વચ્ચે ઘણું અંતર પડી ગયું છે તેનું પરિણામ છે.
વિભાગ પહેલે | ૨૫