________________
તા. ૧૫-૭-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશે.
આપને રજીસ્ટરથી બે પત્ર લખેલ છે. તે વાંચી પ્રામાણિકપણે વિચાર કરવા નમ્ર વિનંતી છે. તેમાં દરેકનું કલ્યાણ છે.
આપની દેશનાના પ્રભાવે ભગવાનને માર્ગ ગમી ગયો, તેમાં આપને મહાન ઉપકાર છે. ભગવાનના સુગુરુ કેવા હોય તે માટે આપે સાચી સમજણ આપી. તેથી અમે એટલા બધા મક્કમ થઈ ગયા હતા કે સુસાધુ સિવાય બીજે ધર્મ ન હોય. તેથી શાસ્ત્રની આજ્ઞા વિરૂદ્ધનું જીવન દેખાય ત્યાં કદી જવાનું મન થતું નહીં. આપે કહેલ કે શાસ્ત્ર આજ્ઞા વિરૂદ્ધનું ગુરુનું જીવન હોય તે તેને પણ છેડી દેવા જોઈએ. આપ જે ઉપદેશ આપે છે તેવું જ આપનું તથા આપના સાધુઓનું જીવન સંયમી હેય તેમ માની આપની નિશ્રા સ્વીકારી અને તેનું અમને ખૂબ ગૌરવ હતું કે આપ જેવા મહાપુરુષની કૃપા અમને મળી. પરંતુ આપને ત્યાંથી સ્થિતિ સાંભળવા મળી ત્યારથી દુઃખને કઈ પાર નથી. આ સંસાર છે; દરેક-જી કર્મને વશ છે, પૂર્વધરે પણ પડ્યા છે, એટલે જે કાંઈ બને તેમાં નવાઈ જેવું નથી.
આપે મહાન દેખાવા માટે ઘણું ઉત્તમ મહાત્માઓની કુશળતાપૂર્વક નિંદા કરી છે, તેમાં આપને ત્યાંના અસંયમને કેાઈને ખ્યાલ ન આવે તે માટેના આપના પ્રયત્ન હતા. ચારિત્રસંપન્ન મહાત્માઓ પ્રત્યે દરેકને ભાવ ઘટી જાય તે માટે ઘણું માયા કરી છે. તેથી ઘણા આરાધક આત્માઓ પવિત્ર મહાપુરુષની સેવાથી વંચિત રહ્યા છે, તે સત્ય હકીકત છે. ૧૮ | વિભાગ પહેલે