________________
સાહેબ ! સાધુઓ મારે છે... પણ આપ એક શબ્દ ન બોલ્યા સાચવવા માટે નીતિનું ધોરણ પણ ખલાસ કરે. આપ નહીંતર આવી કાર્યવાહી કરે નહીં. આવી કાર્યવાહીથી કેવું પાપ બંધાય તે તે જ્ઞાની ભગવંતે કહી શકે. આપે કલિકાળના જીના ગુણનું વર્ણન કરેલ છે તે આપે પ્રત્યક્ષ બતાવી આપ્યું છે.
મુસલમાનના ધર્મગુરુ ઇસ્લામ ખતરામાં છે માટે હિંદુઓને જેમ વધારે નાશ થાય તેમ ખુદા ખૂબ રાજી થશે તેવી સમજણ આપી વેરની પરંપરા વધારે છે, તેવી આપે ગુરુભક્તિના નામે પ્રેરણાઓ કરી કે શાસનની અપભ્રાજના ન થાય તે માટે ગમે તે કરીને સત્ય હકીકત બહાર આવવી જોઈએ નહીં. તેમજ સંયમીઓની ચિંતા કરનારને વધારે ત્રાસ કેમ થાય તે માટે પ્રયત્નો કરવાની સલાહ આપી. બહારથી આવેલા ભાઈઓને આપની રમતની ખબર નહીં હોવાથી આપના પ્રત્યેના રાગના કારણે આપે માયાવી કરેલ વાત સાચી માની. બીજી કોઈ તપાસ કરી નહીં ને કરી હોય તો આપની વિરૂદ્ધની વાત માનવા તૈયાર નહીં. તેમાં તેઓનો મુદ્દલ દોષ નથી, કારણ કે આપની કાર્યવાહીથી તદ્દન અજાણ હતા. અને અમુક ભાઈઓ સત્ય હકીકત જાણતા હતા, પરંતુ આપની આબરૂને સાચવવા માટે, સત્ય હકીક્તને દાબી દેવા માટે, તનતોડ પ્રયત્ન કરતા હતા.
શ્રીયુત નિત્તમદાસભાઈને બે મહિના અગાઉ આપની તથા આપના અસંયમી સાધુઓની પરિસ્થિતિની ખબર પડી ગઈ હતી તેની પાકી ખાત્રી કરી લીધી હતી. તેમને શાસનને ખુબ રાગ હતો અને આપના પ્રત્યે ખુબ ભક્તિભાવ હતે. તેથી આપની નિંદા ન થાય તે માટે પ્રામાણિક ઉપાય કરવા માટે મહેનત કરી. તેમજ આપના પાપના કાર્યમાં જરાપણું મદદ કરવી નહીં, તેવા મક્કમ વિચારના હતા. તેથી આપની પાસે નહીં આવતા શ્રી રાજુભાઈ પાસે જઈ તબિયતના ખબર પૂછી દવા વિગેરેને પ્રબંધ કર્યો. તેમની શાંતિ થાય તે માટેના પ્રયત્ન કર્યા અને શાસનની અપભ્રાજના ન થાય તે માટે કેઈ જાહેરાત ન કરે અને વહેલાસર ઘરે જાય તે માટે સમજાવવા ની મહેનત કરી અને તેમને ઘરે વહેલાસર મોકલી દીધા. સંયમી મહાત્માઓને આપને તથા
ર૦ | વિભાગ પહેલે