________________
* આપના ખૂબ રાગી હતા...આપને સમર્પિત હતા.
શ્રી રાજુભાઈ આપના ખૂબ રાગી હતા. આપ પ્રત્યે પૂજ્યભાવ ઘણે હતો. તેથી આપને સમર્પિત હતા, તે આપ સારી રીતે જાણે છે. આપને ખૂબ લાભ મળે તે માટે પ્રયત્ન કરતા હતા. તેઓને સંયમને અથાગ રાગ હોવાથી રાજકોટનું પ્રકરણ ઊભું થયું. રાજકેટમાં પર્વની આરાધના કરવા આવ્યા ને ઘણું સાધુઓની સ્થિતિ અસંચમી તરીકેની જોઈ. તેથી તેમને ખૂબ દુખ થયું. આપશ્રી પાસે ખૂબ વિનતીપૂર્વક વાત કરી અને આપે સાંભળી. તેની વાત કબૂલ રાખે તે અસંચમી સાધુઓને દુઃખ થાય. તેવાને દુઃખ લાગે તેવી કહેવાની આપની સ્થિતિ નહાતી લાચાર હતા. એટલે વાતા બંધ ન થાય તો આપને સાંભળવું પડે. તેથી ભયંકર કાવતરું રચ્યું અને તેમાં આપે બુદ્ધિને ઉપાગ કર્યો. તેથી સાધુઓને ન શોભે તેવું કાર્ય કરવા છતાં જગતની દષ્ટિએ, ગુરુભક્તિના રાગે, સામાન્ય થયેલ છે તેવો દેખાવ કર્યો અને પ્રચાર કર્યો. સત્યને મારી નાખી અસત્યને આશરો લીધે. શ્રી રાજુભાઈ આપની પાટ પાસે બેઠા હતા. આપ પાટ ઉપર બેઠા હતા. આપની પાસે વાત કરે છે. તેમાં અસંયમી સાધુઓ, અમારા ગુરુનું અપમાન કરે છે તેમ કહી, તેમના ઉપર તૂટી પડ્યા. આપને વિનતી કરે છે? સાહેબ! સાધુઓ મારે છે, આપ કહો. પણ આપ એક શબ્દ ન બેલ્યા. આપની હાજરીમાં તાકાત નથી કે કઈ સાધુ આવી રીતે મારી શકે. આપે વ્યવસ્થિત રીતે કરેલ આયોજન તેનું પરિણામ છે. આપનું મન કેટલું કલુષીત હશે ત્યારે, આપ શાંતિથી જોઈ શક્યા. અસંયમી સાધુઓને મારથી સંતોષ ન થયે. એટલે તે વધારે કેમ દુઃખી થાય તે માટે તેની સંભાળ લેવા કેઈ જાય નહીં, દવાને કોઈ ભાવ પૂછે નહીં, ખાવાની તથા રહેવાની અગવડ પડે તે માટેના પ્રયત્ન કર્યો. તેની મદદે આવેલાઓને તેઓ ન મળે તેવું વાતાવરણ ઊભું કરાયું. પક્ષની આબરું સાચવવા અજ્ઞાન અને ભેળા લોકેએ જે રીતે કાર્યવાહી કરી છે તે સજ્જન માણસે આવી રીતે કરે, તે કલ્પનામાં બેસે નહીં. તેમાં તેઓશ્રીને દોષ જરાપણું નથી. કારણ કે અધમ કાર્ય કરવા છતાં નિર્દોષ તરીકે ખ્યાતી મેળવવી હોય ત્યારે આવી રીતે અસત્યને આશરે લેવાય તે જ પ્રતિષ્ઠા, સચવાય. પ્રતિષ્ઠા
વિભાગ પહેલો ? ૧૯