________________
ઉપકારનો બદલો આપના પાપ ઢાંકવામાં નથી, પરંતુ... ના માર્ગની દેશના કયાં અને આપનું જીવન કયાં-તે વચ્ચે આસમાન જમીનને ફેર અમને લાગ્યું. એટલે હવે અમને અસંચમની વાતે ઈર્ષાથી કે અતિશયોક્તિવાળી છે તે મુદ્દલ લાગતી નથી.
આપની પાસે અસંયમની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેને ઢાંકવા અનીતિ, અન્યાયથી જે પ્રયત્ન થઈ રહ્યા છે, તેથી શાસનને નાશ–સાધુ સંસ્થાની પવિત્રતાને નાશ મને નજરે દેખાય છે. એટલે મારે મારી શક્તિ મુજબ સત્યને પડખે રહી ભગવાનના માર્ગને ટકાવવા પ્રયત્ન કરવા જોઈએ. તે પ્રયત્નો કરવા જતાં મને આપના તથા આપના ભતાથી ઘણું ભવે છે. તેમજ મારા જીવનને પણ નુકશાન થાય તેમાં જરા પણ મને અતિશયોક્તિ લાગતી નથી. કારણ કે આજસુધીની કાર્યવાહીથી મને જરા પણ શંકા રહેતી નથી. પરંતુ તેની પરવા કર્યા સિવાય મારે મારી ફરજ બજાવવી જોઈએ. આપે શાસનની સેવા કરવાનો જે ઉપદેશ આપેલ છે અને મેં સાંભળેલ છે તેને સફળ કરવાની તક મળી છે. તેને સફળ ન કરું તે મારા જે ધર્મમાં અપ્રામાણિક કોઈ નહીં ગણાય.
આપના ઉપકારને બદલે આપના તથા આપના સાધુઓના પાપ ઢાંકવામાં નથી, પરંતુ પાપોનો નાશ કેમ થાય અને તેમાં સહાય કરીએ તે જ ઋણ વાળી શકાય.
જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કર્મોને નાશ કરી શકે છે. માટે બાજી હાથમાં છે. જે આપ પાપ-પુન્યમાં માનતા હો અને પરલોક જેવી ચીજ આપને લાગતી હોય તે કર્મ ખપાવવા માટે પ્રયત્ન કરશે, આપનું છેટલું જીવન આદર્શ બની જશે. જે સાધુએ અસંયમી બની, સાધુતાને મલીન કરી રહ્યા છે, તે દરેકને સારા સંચમના ખપી આત્માએ પાસે એકબે જુદા જુદા મુકી, તેમને પાપને પશ્ચાતાપ કરી સુંદર સાધુપણુની આરાધના કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને તેઓ શક્તિમાન ન હોય તે ઘરે જાય તેમાં તેમનું તથા શાસનનું હિત છે.
ઈન્ડિયન એક્સપ્રેસ છાપામાં રંગુનના ટેચના ૪ બૌદ્ધ સાધુઓ ચારિત્રભ્રષ્ટ થયા, તેથી સંઘને ચિંતાને પાર રહ્યો નહીં અને મહાન ૮ | વિભાગ પહેલો